વીરપુર નગરમાં ગંદકીનો સામ્રાજ્ય યથાવત…
ગંદકી થી રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય...
વિરપુર નગર મા ગંદકી એ સામાન્ય વાત થઈ ગઈ છે એકજ વિસ્તાર માં લાખ્ખો રૂપિયા ના ખર્ચે ગટરો નું કામ થાય છે અને ચાર છ મહિનામાં ચોક અપ થઈ જતાં રસ્તા પર ગટર નું દુષિત પાણી ફરીવડે છે તે સામાન્ય વાત થઈ ગઈ છે સરકાર ના ખર્ચેલા રૂપિયા પર પાણી ફરી જાય છે કોન્ટ્રાક્ટર ના ખીસા ભરાય છે અને સામાન્ય માણસો ને એજ ગંદકી અને એજ સમસ્યા મા જીવવા મજબૂર બની જાય છે હદ તો તે વાત ની છે કે વિરપુર ના હિન્દુ અને મુસ્લિમ કોમ મા કોઈ ના મૃત્યુ બાદ તેની અંતિમ યાત્રા ના રસ્તાઓ પણ આ ગંદકી અને ગટર ના દુષિત પાણી થી ખદબદતા હોય છે ન છૂટકે આવા ગંદકી અને ગટર ના પાણીમાં થઈ મરનાર ની અંતિમ યાત્રા મા શબ લઈ ને પસાર થવા વિરપુર ની પ્રજા મજબૂર છે આવીજ એક ઘટના વિરપુર પાણી ની ટાંકી વિસ્તાર માં એક મુસ્લિમ વ્યક્તિ નું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રા ગટર ના દુષિત અને દુર્ગંધ વાળા પાણી માંથી પસાર થતા સમગ્ર મુસ્લિમ સમાજ ના લોકો ની ભાવના ને ઠેસ પહોંચી છે અંતિમ યાત્રા મા આવેલ અને ત્યાંના સ્થાનિક લોકો ની ફરિયાદ છે કે ગ્રામ પંચાયત નજીક આ ગંદકી થી ખદબદતા રોડ ઉપર અંદાજિત છ માસ અગાઉ દોડ લાખ ના ખર્ચે ગટર માટે ભુંગરા નાખવામાં આવ્યા હતા અને કોન્ટ્રાકટર દ્વારા બિલ પાસ થઈ જતાં થોડા સમય મા ગટર નું પાણી રોડ પર ફરતું થઈ ગયું સરકારી પૈસા કોન્ટ્રાકટર ના ખીસા મા ગયા પરંતુ હમારી પરિસ્થિતિ હતી ત્યાની ત્યાંજ રહી છે તંત્ર અને કોન્ટ્રાકટર ની મિલી ભગત થી સરકારી તિજોરી ઉપર લૂંટ ચલાવી રહ્યા હોવાનું પ્રજામાં ચર્ચાઇ રહ્યું હતું
તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાંથી કાયમી ધોરણે નિરાકરણ લાવી ગટર ના પાણી નો નિકાલ કરી રસ્તા ચોખ્ખા કરવામાં આવે અને ફરી આવી કોઈ ઘટના ઘટે તો આવી મુશ્કેલી નો સામનો કરવો ન પડે તેવી માંગણી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.