આગામી ૭મી મે મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા - At This Time

આગામી ૭મી મે મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

આગામી ૭મી મે મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા

આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીકન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ કારખાના અધિનિમય-૧૯૪૮, બિલ્‍ડીંગ અને અધર કન્‍સ્‍ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬, કોન્‍ટ્રાકટર લેબર એકટ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્‍થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાના દિવસે પોતાન મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાને કારણે સબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/ શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન સંભવ હોય તેવા કિસ્‍સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ, કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે તેમની ફરજ સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા આ જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોકત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સબંધિત કોઇ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, મદદનીશ શ્રમ આયુકતશ્રી, ગાંધીધામ-કચ્છ ફોન નં.૦૨૮૩૬-૨૩૧૩૧૨ (02836-231312) નો સંપર્ક સાધવા શ્રી એ.કે.શિહોરા જિલ્લા નોડલ અધિકારી માઈગ્રેટરી ઇલેક્ટર્સ અને મદદનીશ શ્રમ આયુકતની કચેરી, ડી-૧૫, શકિતનગર, જુની સુંદરપુરી બસ સ્ટોપ પાસે, ગાંધીધામ-કચ્છ દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ -દીપક આહીર


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.