ગઢડા ચુંટણી ટાણે રોકડીયા રોડે ચડ્યા ને ભ્રષ્ટાચાર આચર્યો.
ગઢડા ચુંટણી ટાણે રોકડીયા રોડે ચડ્યા ને ભ્રષ્ટાચાર આચર્યો...
આરોગ્ય નું બિલ્ડિંગ આઇ સી ડી એસ ને સોંપ્યું ને જૂના બિલ્ડિંગ નો કર્યો ફૂટ વટાવ...
ટેન્ડર નોટીસ થી સ્પર્ધાત્મક ભાવ મેળવવા ના બદલે પ્રેસ નોટ નો સહારો લઈ બેઠો ખોળો ભર્યા ની ચર્ચા..
90 હજાર માં ઇમલો આપ્યો ને ખાલી લાકડું લાખો નું કોનાં ગજવા ભરાયા..???
ગઢડા નગરપાલિકા સામે જૂનું સરકારી આરોગ્ય વિભાગ નું સુખલાલ જીવરાજ દવાખાનાનું બિલ્ડિંગ પડ્યું હતું ને આઇ સી ડી એસ ને સોંપ્યું. વાપરવા આપ્યું કે સંપૂર્ણ ટ્રાન્સફર કર્યું એતો રામ જાણે,પણ નવીનીકરણ ના નામે જૂના બિલ્ડિંગ ની અપસેટ પ્રાઇઝ નું સેટિંગ કરી, 15 લાખ જેટલી માતબર રકમ નું માત્ર સાગી લાકડું હોવા છતાં માત્ર 89 હજાર ની અપસેટ પ્રાઇઝ નક્કી કરી..
કોઈ દૈનિક વધુ પ્રસિદ્ધિ વાળા અખબાર માં જાહેર નિવિદા આપી હરરાજી કરવાના બદલે માત્ર વિકલી અખબાર માં પ્રેસનોટ સ્વરૂપે જાહેરાત આપી ને મળતીયાઓ સાથે બેઠો ખોળો ભરી લીધો..
આઇ.સી.ડી એસ કચેરીના કોણ કોણ અધિકારીઓ આ ગેરરીતિ માટે જવાબદાર એ કોણ નક્કી કરશે, ચાલુ ચુંટણી નો લાભ લઇ બેઠો ખોળો ભરી લીધો હોવાની લોકમુખે ચર્ચા એ ચકચાર જગાવ્યું છે.જો બિલ્ડિંગ માં સાગી લાકડું જ 15 લાખ માં વેચાયું હોય તો આખું બિલ્ડિંગ માત્ર 90 હાજર માં કેમ..??
શું જનતાનો માલ ખાઈ જનારા ભ્રષ્ટ સિસ્ટમ ના ભ્રષ્ટ બાબુઓ વિરુદ્ધ કોઈ તપાસ થશે..? કે આકાઓ ના આશીર્વાદ થીજ કૌભાંડ થયું છે..?
સરકારી મિલકત એ પ્રજાની અથવા રાષ્ટ્રની સંપત્તિ છે,જ્યારે રાષ્ટ્રભક્ત શાસકો સત્તામાં હોય ત્યારે આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા જ જોઈએ. કેમ સૌ આ ખેલાયેલા ખેલ નો તમાશો મૂંગા મોએ જોઈ રહ્યા છે..?? શું સૌ કોઈ ભાગ બટાઈ ના સાથી છે..? સૌનું મો ભ્રષ્ટાચાર ની રકમ થી ગંધાય છે...???
મહત્વની બાબત આરોગ્ય વિભાગે પોતાનું બિલ્ડિંગ ભ્રષ્ટ સિસ્ટમ ને દાન કર્યું ને પોતે ભાડાંની જગ્યામાં હેલ્થ સેન્ટર ચલાવે છે..!!!
ઉચ્છ કક્ષાએથી તપાસ થાય અને જે કોઈ આ સ્કેંડલ ના સાથી છે,તેઓ વિરુદ્ધ કર્યદેસર કાર્યવાહી થશે..? કે પછી "તેરી ભી ચૂપ,ઔર મેરી ભી ચૂપ" ના ઈશારા કરશે..???
રિપોર્ટ ચંદ્રકાંતભાઈ સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.