*ઉમરાળા તાલુકામાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે વિશે જાગૃત કરવા મહારેલી યોજાઈ - At This Time

*ઉમરાળા તાલુકામાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે વિશે જાગૃત કરવા મહારેલી યોજાઈ


ઉમરાળા તાલુકામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪,મતદાર જાગૃતી અભ્યાન(SVEEP)અંતર્ગત તાલુકાના તમામ સરકારી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી આયોગની સુચના તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી,શિહોરના માર્ગદર્શન મુજબ ઉમરાળા ટાઉન ખાતે મામલતદાર કચેરીના,તાલુકા પંચાયત કચેરીના, પોલીસ વિભાગના વગેરે તમામ અધિકારીઓ/કર્મચારીઓ,તથા સંકલીત બાળ વિકાસ અધિકારી (CDPO) આંગણવાડીના મહિલા કર્મચારીઓ,પ્રાથમિક શિક્ષણાધિકારી તથા તાલુકાની તમામ શાળાના આચાર્ય તેમજ BLO,શિક્ષકો તથા પોલીસ હોમગાર્ડ તથા GRD જવાનો એ ઉમરાળા મામલતદાર કચેરીએથી “મહારેલી”શરૂ કરી ઉમરાળા શહેરના મુખ્ય માર્ગોએ પસાર થઇ રહેણાંકના વિસ્તારોમાં તેમજ શહેરના વેપારી આગેવાનો,યુવા મતદારો,મહિલા મતદારોને જાગૃત કરવા તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજનાર છે,જેમાં
વધુમાં વધુ મતદારો પોતાનો મતાધિકાર નિર્ભય અને નિષપક્ષ રીતે પોતાના પરીવાર સાથે વધુમા વધુ મતદાન અવશ્ય કરે તેમાટે એક“મહારેલી”નું આયોજન કરવામાં આવેલ તાલુકાના તમામ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ એ મતદાર જાગૃતી સંબંધે મતદારોને પુરૂ માર્ગદર્શન આપેલ તેમજ લોકશાહીનો પર્વ નિર્ભય રીતે ઉજવણી થાય તેમજ મતદારો મતદાન અવશ્ય કરે તેવો અભીગમ દાખવી અને પુરતા પ્રમાણમાં મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,તાલુકા વિકાસ અધિકારી મકવાણા,પોલીસ અધિકારી ભલગરીયા,તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દુલેરા,ઉમરાળા ટાઉનની તમામ શાળાના આચાર્યઓ તથા શિક્ષકો તેમજ મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર,કલાર્ક, ઓપરેટરો તથા હોમગાર્ડ અને GRD જવાનો પગપાળા “મહારેલીમાં”જોડાઇ મતદારોને તેમનો અમુલ્ય મતાધિકાર ભોગવવા વિનંતી સાથે અપીલ
કરેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.