બસ આટલું કરવાથી ગુસ્સો કાબૂમાં આવી જશે! રિસર્ચમાં મોટો ઘટસ્ફોટ, તમે પણ ટ્રાય કરો
સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં આ અઠવાડિયે એક સંશોધન રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નાગોયા યુનિવર્સિટીના કોગ્નિટિવ સાયન્સના પ્રોફેસર નોબુયુકી કવાઈએ આ સંશોધન સાથે જોડાયેલી કેટલીક બાબતો લખી છે. તે મુજબ આ સંશોધનમાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રિસર્ચ બાદ જે પરિણામ સામે આવ્યું તે બધાને ચોંકાવનારુ હતું.
કવાઈના કહેવા પ્રમાણે, જે વિદ્યાર્થીઓ કેટલીક બાબતોને લઈને ખૂબ ગુસ્સો આવે છે. તેઓએ એ વસ્તુઓ વિશેની તેમની લાગણીઓને એક કાગળ પર લખી અને તેને ફાડી નાખી. આશ્ચર્યની વાત એ હતી કે, તે પછી વિદ્યાર્થીઓનો આ વસ્તુઓ પ્રત્યેનો ગુસ્સો ગાયબ થઈ ગયો હતો,
આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો
હકીકતમાં આ રિસર્ચ માટે 100 વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એક એક કાગળ અને પેન આપી તેમને કેટલાક સામાજિક મુદ્દાઓ પર તેમના સંક્ષિપ્ત અભિપ્રાય લખવા માટે કહેવામાં આવ્યું હતું. જેમ કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં. થોડીવાર પછી જ્યારે વિદ્યાર્થીઓએ કાગળ પર તેમના મંતવ્યો લખ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે પીએચડી વિદ્યાર્થી તમારી લખેલી દરેક વાતનું મૂલ્યાંકન કરશે.
100 વિદ્યાર્થીઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા
મૂલ્યાંકન કરનાર પીએચ.ડી વિદ્યાર્થીએ સંશોધનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા માર્કસ આપ્યા અને તેમને ખૂબ જ અપમાનજનક ફીડબેક પણ આપ્યો. આ પ્રકારે અપમાનજનક ફીડબેકથી વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા. તે પછી 100 વિદ્યાર્થીઓને બે ગ્રૃપમાં વહેંચી દેવામાં આવ્યા હતા. એક ગ્રૃપે પીએચડી વિદ્યાર્થી પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી તેમની લાગણીઓ કાગળના ટુકડા પર લખી અને તેને ફાડી નાખી. જ્યારે બીજા ગ્રૃપે પોતાની લાગણી એક કાગળ પર લખીને કાચના ડબ્બામાં મૂકી દીધી.
તેમના ગુસ્સાનું લેવલ ધીરે-ધીરે ખતમ થઈ ગયું હતું
વિજ્ઞાનીઓએ જોયું કે, આ અપમાનજનક ફીડબેક બાદ જે લોકો પોતાની લાગણીઓને એક કાગળ પર લખીને તે ચિઠ્ઠી ફાડી નાખી હતી, તેમના ગુસ્સાનું લેવલ ધીરે-ધીરે ખતમ થઈ ગયું હતુ. જ્યારે, જે લોકોએ પોતાની લાગણીઓની ચિઠ્ઠીને કાચના પાત્રમાં સંભાળીને મુકી હતી દીધી હતી, તેમના ગુસ્સાનું લેવલ એ જ રહ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.