બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બોટાદ - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બોટાદ


બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બોટાદ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબના નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.બી.સોલંકી નાઓના સુપરવિઝન હેઠળ બોટાદ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૧૦૪૧/૨૦૨૨ પ્રોહી કલમ ૬પ(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હા કામે કુલદીપભાઇ ઉર્ફે લાલભાઇ ભાભલુભાઇ ખાચર રહે નડાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં બોટાદ એસ.ટી.ડેપો પાસે હોવાની બાતમી આધારે બોટાદ એલ.સી.બી. દ્વારા આરોપી ફુલદીપભાઇ ઉર્ફે લાલભાઇ ભાભલુભાઇ ખાચર રહે.નડાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.