નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે બોટાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની કચેરી ખાતે ઉજવણી - At This Time

નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે બોટાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની કચેરી ખાતે ઉજવણી


નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે બોટાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની કચેરી ખાતે ઉજવણી

14 એપ્રિલ 1944ના રોજ મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે જહાજ દુર્ઘટનામાં શહીદ થયેલા ફાયરના 66 વીર જવાનો તેમજ ફાયર સર્વિસીસના નામી અનામી એવા વીર શહીદ જવાનો કે જેમણે લોકો તેમજ સંપત્તિ બચાવ કાર્ય દરમિયાન દેશ અને રાષ્ટ્ર માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે અને ફાયર સર્વીસનું ગૌરવ વધાર્યું છે.તેવા ફાયરના વીર શહીદ જવાનોને યાદ કરીને બોટાદ ફાયર વિભાગ દ્વારા 2 મિનિટનું મૌન પાળી,શ્રદ્ધાંજલિ સેલ્યુટ આપવામાં આવ્યું હતું તેમજ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.