લોકસભા ચૂંટણીનાં મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો માટે પ્રમાણપત્ર ફરજીયાત
લોકસભા ચૂંટણીનાં મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો માટે પ્રમાણપત્ર ફરજીયાત
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો માટે પ્રિ- સર્ટીફિકેશન પ્રમાણપત્ર મેળવી MCMC(મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી)પાસેથી લેવાનું રહેશે.જેમાં કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે કોઇ સંસ્થા કે કોઇ વ્યકિત મતદાનના દિવસે કે મતદાનના એક દિવસ પૂર્વે કોઇપણ રાજકીય જાહેરાત પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરી શકશે નહીં, સિવાય કે આવી રાજકીય જાહેરાતનું કન્ટેન્ટ રાજ્ય/જિલ્લાની MCMC દ્વારા પ્રિ- સર્ટીફાઇડ કરવામાં આવેલું હોય.આવી રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવા માંગતા હોય તેઓએ રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ કરતાં ૨(બે)દિવસ પહેલા સંબંધિત MCMC ને અરજી કરવાની રહેશે.રાજ્ય/જિલ્લાની MCMC એ રાજકીય પક્ષ, ઉમેદવાર કે અન્ય તરફથી મળેલી આવી રાજકીય જાહેરાતોની ચકાસણી કરી તાત્કાલિક પ્રિ-સર્ટીફિકેશનની કાર્યવાહી હાથ ધરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.