ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક પ્રેમવતી હોલ, અક્ષરવાડી ખાતે મળી.
ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક એજન્ડા મુજબ કાર્યવાહી કરવા પ્રેમવતી હોલ અક્ષરવાડી ખાતે મળેલ. સૌપ્રથમ સર્વ ધર્મ પ્રાર્થનાથી મીટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો. મહામંડળના ઉપપ્રમુખશ્રી મહાવીરભાઈ ડાંગરે સ્વાગત પ્રવચન કરી પડતર પ્રશ્નો અંગે કરેલ રજૂઆતો અને મહામંડળની કામગીરીની વાત કરી, અધ્યક્ષશ્રી વીરેન્દ્રગિરિ ગોંસાઈએ સંગઠનની જવાબદારી અને કામગીરી અંગે વાત કરેલ ,ખજાનચી ડો.નરવણભાઈ બારૈયાએ બાકી રહેલ ફી અને આગામી દિવસોમાં શિક્ષક સજ્જતા અને નવી શિક્ષણ નીતિ અંગે સેમિનાર યોજવા સૂચન કર્યું જેને સૌએ આવકાર્યું .પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલે અગાઉ થયેલા કામ અને ટીમવર્ક અંગે વાત કરી, જ્યારે પણ સંઘને જરૂર હોય ત્યારે હું આપ સૌની સાથે જ છું તેવો ભાવ પ્રગટ કર્યો. પ્રમુખશ્રી જાદવભાઈ કણકોટિયાએ ડીઈઓ ઓફિસમાં વારંવાર કરવામા આવતી રજૂઆત અને પ્રશ્નોના થયેલ સુખદ ઝડપી ઉકેલ અંગે વાત કરી કોઈને પ્રશ્ન હોય તો લેખિતમાં જાણ કરવા જણાવવામાં આવ્યું. મહામંડળ લેવલે સરકાર સાથે થયેલ સમાધાન બાદના પરિપત્ર અંગે પણ ભાવનગર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે. બોર્ડના સભ્યોને પણ રજૂઆત કરી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર, પેપર પરીક્ષણ કાર્ય માટેના સ્થળ અને મહેનતાણા અંગે અગાઉ કરેલ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી. આપણા પ્રશ્નો, એરિયસ બીલો, ઉપધોની ફાઈલો ,સ્ટીકરની દરખાસ્તો વગેરે કામગીરી ઝડપી બની છે. મહામંત્રી શ્રી હિતેશભાઈ કનાડાએ મીટિંગની કાર્યવાહીનું સંચાલન કરેલ. ઈ-માધ્યમિક સંદેશ દરેક શિક્ષક સુધી પહોંચે ,શિક્ષણ સહાયકો પણ સક્રિય રીતે સંઘમાં જોડાય અને તેઓને સંઘે કરેલ કાર્યો અંગે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી. ઉપપ્રમુખશ્રી ભરતગિરિ ગોસાઈએ આભાર દર્શન કરેલ. સંઘની વાર્ષિક ફી એકત્ર કરી પહોંચાડનાર તાલુકા અને શહેરના પ્રતિનિધિઓને પણ મીટિંગમાં ખાસ આમંત્રિત કરવામાં આવેલ.મીટિંગના આયોજનને સફળ બનાવવા શિક્ષણ સહાયક કન્વીનર સાગર પંચોલી અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવેલ. મહિલાઓને સક્રિય કરવા માટે મીટિંગમાં ખાસ મહિલા શિક્ષિકાઓને આમંત્રિત કરવામાં આવેલ .અંતે અક્ષરવાડીનું સાત્વિક ભોજન લઈ સૌ છૂટાં પડેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.