જિલ્લામાં હિટવેવની અસર દેખાઈ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબ્યો - At This Time

જિલ્લામાં હિટવેવની અસર દેખાઈ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબ્યો


હિટવેવની મંગળવાર બપોરથી અસર જોવા મળી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં બપોરે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. ૨ દિવસમાં તાપમાનમાં ૨ ડિગ્રી વધારો થતાં પ્રજા પણ વધતી ગરમીથી તોબાહ પોકારી ઉઠી છે. જિલ્લામાં હિટવેવની સ્થિતિ વચ્ચે આજથી ૩ દિવસ દરમ્યાન અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસવાની આગાહી થઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એપ્રિલના આરંભ સાથે પ્રજાને ત્રણેય ઋતુનો અનુભવ થવા લાગ્યો છે. પઢે ઠંડી, બપોરે ગરમી અને મૉડી રાત્રિ દરમ્યાન ચોમાસા જેવી સ્થિતિ અનુભવાતી હોય છે. હવામાન વિભાગે રાજ્યમાં તા.૧૦ થી ૧૨ એપ્રિલ દરમ્યાન હવામાન કથળવાની આગાહી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ તે પહેલાં જિલ્લામાં કાળઝાળ ગરમીએ પ્રજાને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર કરી દીધી છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. બપોર થતાં બજારો અને માર્ગો સૂમસામ ભાસતા હતા. જ્યારે તબીબોએ પણ હિટવેવની સ્થિતીમાં પ્રજાએ વધુ પડતા પાણી, છાશ, લીંબુ સરબતનું સેવન કરવા જણાવ્યું છે. એકાએક ગરમીનો પારો ઉંચકાતાં અનેક વૃદ્ધોને ડાયેરીયા થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.