આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી ,બોટાદ , ભાવનગર વિભાગ કાર્યકર્તા અભ્યાસ વર્ગ સંપન્ન - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી ,બોટાદ , ભાવનગર વિભાગ કાર્યકર્તા અભ્યાસ વર્ગ સંપન્ન


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી ,બોટાદ , ભાવનગર વિભાગ કાર્યકર્તા અભ્યાસ વર્ગ સંપન્ન

ભાવનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી ,બોટાદ , ભાવનગર વિભાગ કાર્યકર્તા અભ્યાસ વર્ગ તા.૦૬/૦૪/૨૪ થી શનિવાર થી તા.૦૭/૦૪/૨૪ રવિવાર બપોર સુધી ભાવનગર ,રામવાડી ,મા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વઞૅ મા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રિય મંત્રી માન્ય શ્રી રણછોડભાઈ ભરવાડ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ડો ગજેરા સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ
રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય છાત્રપરીષદ મંત્રી મજબૂત ભાઈ બસીયા ભાવનગર વિભાગ મહામંત્રી દિલીપ ભાઈ બામટા.વિભાગ સંગઠન મંત્રી માં ભુપતભાઇ બારેયા રાષ્ટ્રીય બજરંગદળ વિભાગ અધ્યક્ષ બાલાભાઈ ધાધલા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .સંગઠન ના સક્રિય આયામો ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આગામી દિવસો માં દરેક આયામો ના વર્ગો થશે અને એક વિસ્તૃત કાર્યકર્તા ની ટિમ ને માર્ગદર્શન માન્ય ડો. તોગડીયા સાહેબ આપી ને "હિન્દૂ હી આગે" ના સુવાક્ય ને સાર્થક કરાવશે.ટૂંકા સમય ગાળા માં ચાલુ કરેલ " સાપ્તાહિક હિન્દૂ સંસ્કાર કેન્દ્ર" હનુમાન ચાલીસા કેન્દ્રો ની સંખ્યા ૫૦.૦૦૦ કરતા પણ વધારે પોચી ગઈ.દરેક હિન્દૂ વિસ્તારો માં કેન્દ્ર ચાલુ કરી ની હિન્દૂ જાગૃતિ ના કામ માટે કાર્યકર્તા કામ કસે તેવી અપીલ રાષ્ટ્રિય મંત્રી રણછોડભાઈ ભરવાડ દ્વારા અપીલ કરવામાં આવી.આપણા સંગઠન ના દરેક આયામો ને દરેક હિન્દૂ ઘર સુધી પહોચડવા કાર્યકર્તા એ એક વિક માં બે લોકો નો સંપર્ક કરી ને સંગઠન ના સહભાગી બનીએ તેવો રસપ્રદ વિષય પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણે લિધો હતો.રાષ્ટ્રિય બજરંગદળ ના વર્ગો અને ત્રિશુલ દીક્ષા ના કાર્યક્રમો ની માહિતી બજરંદલ પ્રાંત અદયક્ષ વનરાજભાઈ ખેર દ્વારા આપવામાં આવી હતી.ખેડૂતો ના પ્રશ્નોના નિરાકરણ માટે કિસાન જાગરણ કરવા કિશાન પરિષદ પ્રાંત મંત્રી સી.કે. પટેલ દ્વારા ખુબજ સરસ ઉદાહરણ આપી વક્તવ્ય આપવામાં આવેલ.છાત્ર પરિષદ ની માહિતી પ્રાંત મંત્રી મજબૂતસિંહ બસિયા દ્વારા આપવામાં આવેલ.હિન્દૂ જાગૃતિ માટે સમય દાન નું મહત્વ આને આયોજન વિશે માર્ગદર્શન ડો.દેસાણી સાહેબ દ્વારા આપવામા આવેલ. અંતમાં વર્ગના અદયક્ષ ઉદબોધન માં અદયક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો.જી.જે.ગજેરા સાહેબ દ્વારા ખુબજ રસપ્રદ ઉદાહરણ અને શરૂઆત થી અત્યાર સુધી ના આનુભવો સાથે કાર્યકરતોએ કેમ કામ કરી સંગઠન ના વ્યાપ ને વધારી શકાય તેવું માર્ગદર્શન આપેલ.અંતમાં જવાબદારી માં કરેલ ફેરફાર ની ઘોષણા સૌરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો. ગજેરા સાહેબ દ્વારા કરવામાં આવી.૧. દડુભાઈ ખાચર પ્રાંત અદયક્ષ એડવોકેટ ફોર્મ તરીકે વરણી કરવામાં આવી
૨ ડૉ. કિરીટભાઈ દેસાણી : - વિભાગ અદયક્ષ તરીકે વરણી કરવામાં આવી.૩ શ્રી ડી. ભાઈ બામટા :- વિભાગ મહા મંત્રી તરીકે વરણી કરવામાં આવી.૪ શ્રી ભુપતભાઇ બારૈયા :- વિભાગ સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી.૫ બાલાભાઈ ધાંધલા વિભાગ રાષ્ટ્રિય બજરંગદળ અદયક્ષ તરીકે વરણી કરવામાં આવેલ.૬ કેતનભાઈ સોમાણી વિભાગ એડવોકેટ ફોર્મ ના અદયક્ષ તરીકે વરણી કરવામાં આવી.૭ રાહુલભાઈ જોશી :- વિભાગ મંત્રી રાષ્ટ્રિય બજરંગદળ તરીકે વરણી કરવામાં આવી.
૮ સુરેશભાઈ સોલંકી : -અમરેલી જિલ્લા અદયક્ષ આંતર રાષ્ટ્રિય હિન્દૂ પરિષદ તરીકે વરણી કરવામાં આવી.અમરેલી થી સૌરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો.જી.જે.ગજેરા સાહેબ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અદયક્ષ અને વિભાગ અદયક્ષ ડો. દેસાણી સાહેબ, રાષ્ટ્રિય કિસાન પરિષદ જિલ્લા અદયક્ષ નિલેશભાઇ ડાયાણી,રાષ્ટ્રિય બજરંગદળ જિલ્લા અદયક્ષ અને વિભાગ મંત્રી ડી.ભાઈ બામટા ,રાષ્ટ્રિય બજરંગદળ જિલ્લા કાર્યકારી અદયક્ષ મજબૂતસિંહ બસિયા જિલ્લા મંત્રી વિપુલભાઈ ગજેરા, જિલ્લા મહા મંત્રી મહેશભાઈ સોલંકી,જિલ્લા મહા મંત્રી હિતેશભાઈ જોષી, શહેર મંત્રી બાલમુકુંદ વાઢેર ,શહેર મારદર્શક સંજયભાઈ પોપટ ,શહેર કાર્યકારી મહેશભાઈ ચોટલીયા, અને અન્ય કાર્યકર્તાઓ અમરેલી ની ટિમ ની વિશેસ ઉપસ્થિતિ રહી હતી.
ખુબજ વિશાળ ૨૦૦ કરતા વધારે કાર્યકર્તાઓ ની સંખ્યા સાથે શાંતિ મંત્ર સાથે વર્ગ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવેલ. તેવી યાદી સૌરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડૉ. જી.જે.ગજેરા સાહેબ અને પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ દ્વારા આપવામાં આવેલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.