વેકેશનમાં શાળાઓ બંધ રખાવો, FRC નિયમ વિરુદ્ધની ફી અટકાવો
NSUIના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી
વેકેશન દરમિયાન સ્કૂલો બંધ રાખવા અને FRCની વિરુદ્ધ ફીના ઉઘરાણા બંધ કરવા બાબતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ રાજકોટ જિલ્લા શિક્ષણધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માત્ર ફીના ઉઘરાણા કરવા માટે પરીક્ષા પૂર્ણ થયાના તરત જ ધોરણ 11નું અભ્યાસક્રમ ચાલુ કરી દે છે ત્યારે આ વિદ્યાર્થીઓ હજુ ચિંતામાંથી બહાર નીકળ્યા હોય ત્યાં જ તેને તરત જ સ્કૂલ ચાલુ કરી અને ફરી ચિંતામાં રહેવાનું કામ માત્ર ફીના ઉઘરાણા કરવા માટે કરે છે.આ સ્કૂલો વારંવાર સરકારના વેકેશનના નિયમનું ઉલ્લંઘન કરે છે. અમારી માગણી છે કે વેકેશન દરમિયાન એકપણ શાળા ચાલુ ન રહે તેવો એક પરિપત્ર ડીઈઓ દ્વારા કરવામાં આવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.