ટાયર ફાટતાં કાર 20 ફૂટ દૂર ફંગાળાઈ; વડોદરામાં રહેતા પરિવારના બેના મોત, ચાર ઘાયલ - At This Time

ટાયર ફાટતાં કાર 20 ફૂટ દૂર ફંગાળાઈ; વડોદરામાં રહેતા પરિવારના બેના મોત, ચાર ઘાયલ


ઈડર હિંમતનગર હાઈવે રોડ પર સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે વડોદરાનો એક પરિવાર અલ્ટો ગાડી લઇને અંબાજી દર્શન માટે જતો હતો. ત્યારે અચાનક અલ્ટો ગાડીનું ટાયર ફાટતાં કાર 20 ફૂટ ઉંચી ફંગોળાઇ નીચે પટકાઇ હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેથી કારમાં બેઠેલા સસરા અને પુત્રવધૂના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ગાડી આશરે 20 ફૂટ ઊંચે ફંગોળાઈ

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર-અંબાજી હાઈવે રોડ પર વડોદરાનો એક પરિવાર અલ્ટો કાર લઇને અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે ઈડરના સાપાવાડા નજીક આવેલ પ્રગતિ જીન પાસે બપોરે 2:30 કલાકે હિંમતનગર બાજુથી આવતી અલ્ટો કાર (નંબર GJ 06 PD 0505)નું અચાનક ટાયર ફાટતાં રોડની સાઈડ ઉપર લગાવેલ લોખંડની ઇંગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રોડની સાઈડના ઝાડ ઉપર આશરે 20 ફૂટ ઊંચે ગાડી ફંગોળાઈ હતી. નીચે પટકાતાં ગાડીમાં સવાર બે પુરૂષ, બે મહિલાઓ અને બે બાળકો સહિત 6 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.