રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રોટરી સંજીવની અંતર્ગત રન ફોર વુમન ઍમ્પોવરમેન્ટ અને સર્વાઈકલ કેન્સર અવરનેસ બાબતે મેરેથોન 2024 નું આયોજન કરવામાં આવ્યું.
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રોટરી સંજીવની અંતર્ગત રન ફોર વુમન ઍમ્પોવરમેન્ટ અને સર્વાઈકલ કેન્સર અવરનેસ બાબતે મેરેથોન 2024 નું આયોજન કરવામાં આવ્યું.
આજના આધુનિક સમય માં લોકોને સ્ત્રી સશક્તિકરણ ને પ્રોત્સાહન મળે અને આ અંગે જાગૃતિ ફેલાય અને સ્ત્રીઓ માં વધું જોવા મળતું સર્વાઈકલ કેન્સર ને નાબૂદ કરવાં મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન માં મૂખ્ય સૌજન્ય આપણા સુરત શહેર તેમજ સમગ્ર ગુજરાત માં હીરાઉધોગ ક્ષેત્રે અગ્રેસર એવા જે.કે.સ્ટાર દ્વારા આપવામાં આવ્યું હતું.મેરેથોન માં નોંધાયેલા મેમ્બરો નો ઉત્સાહ વધારવા , શિવમ જેવેલ્સ માંથી ઘનશ્યામ શંકર, તેમજ રોટરી 3060 ના DG રો.નિહિર દવે પણ ઉપસ્થિત રહ્યાં હતા.લગભગ 1600 થી પણ વધારે લોકોએ વહેલી સવારે ઝુંબા, ડાન્સ નાં સથવારે ચિરાગ જેમ્સ માંથી સુરેશભાઈ પટેલ અને માધવી હોસ્પિટલ માંથી ડો.દિગેન લૂખી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ નું સંચાલન રોટરી પ્રેસિડેન્ટ રો. વિજયભાઈ માંગુકિયા અને સેક્રેટરી રો. કલ્પેશભાઈ બલર અને મંથ લીડર રો. અશોકભાઈ પાંચાણી ની આગેવાની હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. નિકુંજ માલવિયા અને રો. હિરેન રૈયાણી અને રોટરેકટ પ્રેસિડેન્ટ રો. કેવલ પોંકિયા, સેક્રેટરી રો. ઉમેશ ડુંગરાણી અને મંથ લીડર રો. વૈજુલ વિરાણીની આગેવાની હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો પ્રદિપ કટબા અને રો ડો. અંકેશ સભાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.