બોટાદમાં જાહેર સ્થળોએ જાયન્ટ્સ ગ્રુપએ શરુ કરવામાં આવ્યા ઠંડા પાણીના પરબ - At This Time

બોટાદમાં જાહેર સ્થળોએ જાયન્ટ્સ ગ્રુપએ શરુ કરવામાં આવ્યા ઠંડા પાણીના પરબ


રાહદારીઓ માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મિનરલ વોટરના પરબ શરૂ કરાયા

બોટાદમાં જાહેર સ્થળોએ જાયન્ટ્સ ગ્રુપએ શરુ કરવામાં આવ્યા ઠંડા પાણીના પરબ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બોટાદ શહેરમાં અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દાતા અશોકભાઇ કળથીયા રાધે ટાઇલ્સના સૌજન્યથી જ્યોતિગ્રામ સર્કલ પોલીસ ચોકી પાસે આવેલ બસ સ્ટેશન તથા એ.બી.સી.મેડિકલ જ્યોતિગ્રામ સર્કલ ખાતે મિનરલ વોટર ઠંડાના પરબ શરુ કરવામાં આવેલ છે.બે દિવસમાં જુદા જુદા બે પરબનો શુભારંભ દાતા અશોકભાઈ પટેલ રાધે ટાઈલ્સના વરદ હસ્તે કરવામાં આવેલ.અહિયાં આજુબાજુના ૩૫ કરતા વધુ ગામના મુસાફરોની અવર જવર રહે છે ત્યારે ઉનાળાની ગરમી શરુ થઇ તેને ધ્યાને લઇ દ્દાર વર્ષની જેમ આ વર્ષે પણ જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા પાણીના પરબ શરુ કરવામાં આવેલ છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,અને પરબના દાતા પરિવાર ઉપસ્થિત રહેલ. આગામી સમયમાં હવેલી ચોક,દિનદયાળ ચોક અને ચકલા શાકમાર્કેટ પાસે પણ દાતાઓના સહયોગ થકી ઠંડા પાણીના પરબ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શરુ કરવામાં આવશે તેમ ડી.એ.દીપકભાઈ માથુકીયા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.