જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા વિવિધ મતદાર જાગૃતિના સુત્રો અને બેનર્સ સાથે રેલીમાં જોડાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને તમામ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી બની મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા હેતુ સાથે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બોટાદ શહેરમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર જીન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિપાલસિંહ ગોહિલના વડપણ હેઠળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિના સંદેશ સાથે બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડથી સરકારી હાઈસ્કૂલ સુધી આ ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી જેમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ વિવિધ મતદાર જાગૃતિના સુત્રો અને બેનર્સ સાથે આ રેલીમાં ભાગ લીધો હતો.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.