રાજકોટમાં મહત્તમ બાદ હવે ન્યૂનતમ તાપમાન પણ ઘટ્યું
છૂટા છવાયા વાદળોને કારણે શહેરમાં ધૂપછાંવની રમત
વહેલી સવારે પારો 20 ડિગ્રી થતાં ઠંડક અનુભવાઈ
રાજકોટ શહેરમાં ગુરુત્તમ તાપમાન ઘટી જતા બે દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. બુધવારે ન્યૂનતમ તાપમાનમાં પણ ઘટાડો આવી જતા વહેલી સવારે શીતળતા અનુભવાઈ હતી. મહત્તમ તાપમાન છેલ્લા બે દિવસથી 38 ડિગ્રી સેલ્શિયસ છે જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છે. જોકે ન્યૂનતમ તાપમાન 21થી 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતું હતું તેમાં પણ બુધવારે એક ડિગ્રીનો ઘટાડો આવતા 20 થયું છે આ કારણે સવારે શીતળતા અનુભવાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.