*મતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ* - At This Time

*મતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ*


*મતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ*
------
*૬૯,૮૫૫ જેટલા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મતદાન જાગૃતિનો સિક્કો લગાવી મતદાન કરવાં અનુરોધ*
------
ગીર સોમનાથ,તા.૩: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની અન્વયે રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે ગીર સોમનાથ પીજીવીસીએલની ૭ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના ૬૯,૮૫૫ જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે.

જિલ્લા મતદારો ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની ૭ પેટા વિભાગીય કચેરીઓ અનુક્રમે વેરાવળ શહેર, જી.આઈ.ડી.સી વેરાવળ, પ્રભાસ પાટણ, તાલાલા, આંકોલવાડી, પ્રાંચી, સુત્રાપાડા દ્વારા પોતાના વીજ ગ્રાહકોને લોકસભાની ચૂંટણી અંતર્ગત વીજ બિલોમાં જેમાં "ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ " ૭ મી મે ૨૦૨૪ના રોજ ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સિક્કો લગાડીને મતદાન કરવા પ્રત્યે વીજ ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી ઝૂંબેશ સ્વરૂપે વીજબીલમાં વીજ ગ્રાહકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.