ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું
ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું
જણાવ્યા મુજબ ગુજરાતના ખેતરોમાં જંતુનાશક દવાઓ,ફૂગનાશકો અને ખડનાશકોનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.જે ચિંતાની બાબત છે. *હરિયાણા* રાજ્યના છેવાડાના ગામથી એક વ્યક્તિ સંદીપકુમાર આર્ય 9996423613 *દેશી ગાય બચાવો* અને *પ્રાકૃતિક ખેતી કરો* એવા સ્લોગન અને ઝુંબેશ સાથે *સાઇકલ* લઈને એ બંદો નીકળી પડ્યો છે.એમને વંદન છે. એમને કુટુંબમાં એવી ઘટના બની છે,એના ગામમાં 653 વ્યક્તિની સંખ્યામાં 10% કે તેથી વધુ કેન્સરના રોગીઓ છે.એમાંય આ સંદીપકુમારની *મા* છ મહિના પહેલા કેન્સરને કારણે મૃત્યુ પામી છે.દોઢ મહિના પહેલા એમના *સાળા* કેન્સર ના કારણે મૃત્યુ પામ્યા છે.એનું દુ:ખ એ છે કે આપણે જો આમાંથી પાછા નહીં વળીએ અને પ્રકૃતિ તરફ નહીં જઈએ તો આવનારા દિવસો આપણા માટે બહુ જ કપરા છે. એના ભાગરૂપે એણે સાયકલ લઈને 1200 km અંતર કાપી ત્રણ રાજ્ય ફરી ગુજરાતમાં આવેલ છે.અહીંથી તે મહારાષ્ટ્ર દમણ મધ્યપ્રદેશ એમ થઈને કુલ 2800 km કાપીને છ મહિના બાદ માદરે વતન જશે.કહેવાતો તાત્પર્ય એ છે કે હવે આ પ્રેસનોટ અને આપણે આ બાબતમાં નહીં ચિંતાતુર થઈએ તો આવા વ્યક્તિઓ આપણને આંખ ઉઘાડવા માટે આવ્યા છે. એમનું કૌટુંબીક અહેસાસ તો છે જ પણ બીજા કુટુંબો સહન-નુકસાન ન પામે તેના ભાગરૂપે સાયકલ લઈને એ વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે.ગાંધીનગરના ગોપાલક ભાઈશ્રી ગોપાલ રાવલ એમને સધિયારો આપ્યો છે.સાથોસાથ પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ,શિહોલી મોટી,તા.જી. ગાંધીનગર નરેન્દ્ર મંડીર 9428405767 ની એમણે સ્થળ મુલાકાત લીધી.એમને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અને દેશી બીજ થી કઈ રીતે થઈ શકે તે નજરે જોયું. ઘન જીવામૃત,બીજામૃત,જીવામૃત,વાફસા આચ્છાદન અને મિશ્ર પાકના તમામ આયામો સ્થળ ઉપર જોયા.એમની ખુશીની લહેર આપણા માટે આનંદનો વિષય છે. *પણ* હવે ગુજરાતે આ પગલું ભરવું જ પડશે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે અન્યથા કેન્સર,બીપી, ડાયાબિટીસ,પ્રોસ્ટેટ,હાર્ટ અટેક અને અન્ય ગંભીર રોગોથી આપણે પીડાઈ રહ્યા છે ને એમાં વધારો થશે.પ્રાકૃતિક ફામ ખાતે સોનામોતી લુપ્ત થતી ઘઉંની જાત જોઈને એને વિષય આનંદ થયો.તો મિત્રો આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે,સાથોસાથ આવા વ્યક્તિનું બહુમાન કરવું પણ સમાજ માટે એક રાહ ચીંધે દે છે અને તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ- ગાંધીનગરે જીલુભા ધાંધલના અધ્યક્ષપણા હેઠળ અને 56 ભોગ પ્રદીપભાઈ ગગલાણી એ તેમનુ બહુમાન કર્યું અને તમામ સભ્યો હાજર રહ્યા.🙏
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.