રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં સિંહ-વાઘ-દિપડા માટે પાંજરામાં તળાવ; ઠંડક માટે ઝૂમાં ફુવારા સીસ્ટમ મુકાઇ
રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે વિવિધ સિઝનમાં પશુ, પક્ષી અને પ્રાણીઓની દેખરેખ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ ઉનાળાની ગરમી શરૂ થતાં પશુ-પક્ષીઓને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સીસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.