તલોદના રણાસણ નજીકથી શેલ્ટર હોમમાંથી કેબલ ચોરનાર બે ઝબ્બે
તલોદના રણાસણ પાસે ટાવરના શેલ્ટર હોમમાંથી 50 મીટર કેબલની ચોરી કરી ભાગવા જતાં બે ચોરોને ગામ લોકોએ ઝડપી તલોદ પોલીસને સોંપ્યા હતા. રણાસણ પાસે ઇન્ડસ ટાવર શેલ્ટર હોમમાં શનિવારે રાત્રે બે શખ્સો કેબલ વાયર પૈકી 50 મીટર કેબલની ચોરીને અંજામ આપતાં કેબલ કપાતાં સાઈડ સર્વર ડાઉન થયાની જાણ સાઈડ સુપર વાઈઝર પિનાકીન સોલંકીને થતાં તેણે સાઇડનું કામ સંભાળતા નુરુદ્દીન મકરાણી, ગોપાલસિંહ રાજપૂત અને સુપર વાઇઝર ભાવેશને કરતાં ટીમ સાથે રણાસણ જતાં અંદાજે 50 મીટર જેટલો કેબલ કપાયેલ જોવા મળ્યો હતો.બીજી તરફ કેબલ ચોરીને અંજામ આપનાર વિજય માવજીભાઈ દેવીપૂજક અને અજય દિનેશભાઈ દેવીપૂજક બંને રહે ઉમાશંકર બ્રિજના નીચે છાપરામાં હિંમતનગરની શંકાસ્પદ હિલચાલથી ગ્રામલોકોને શંકા જતાં ઝડપી તલાશી લેતાં બને પાસેથી થેલામાં કેબલ હોવાનું જણાતાં ગ્રામજનોએ કડકાઇથી પૂછપરછ કરતાં કેબલ શેલ્ટર હોમમાંથી ચોરી કર્યાનું કબૂલ કરતાં તલોદ પોલીસે નુરુદ્દીન મકરાણીની ફરિયાદના આધારે બંને સામે ફરિયાદ નોંધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.