અહિયાં બેસવું નહિ કહેતાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો
શહેરનાં મનહરપુર યોગરાજનગરના યુવક પર ત્રણ શખ્સોએ હિચકારો હૂમલો કરી નાસી છૂટયા હતા. નવી કોર્ટ સામે પાણીનાં ટાંકામાં નોકરી કરતો યુવકે ત્રણ શખ્સોને ટાંકા પાસે બેસવાની ના કહેતાં ધોકા વડે યુવકને માર માર્યો હતો. બનાવની જાણ યુનિવર્સીટી પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ વિશાલ અશોકભાઈ ઘટાર (ઉ.વ.28 રહે- મનહરપુર યોગરાજનગર દ્વારકાધીશ ચોક, રાજકોટ) નામનાં યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. વિશાલ નવી કોર્ટ સામે આવેલ પાણીના ટાંકામાં નોકરી કરે છે.
આ અંગે વિશાલે જણાવ્યું કે ગઈ કાલ રાત્રિના તેઓ પાણીના ટાંકા પાસે હતો. ત્યારે યશપાલ કાઠી, મોરલી અને એક અજાણ્યો શખ્સ ત્યાં પાણીના ટાંકા પાસે આવેલ.
યુવકે ત્રણેય શખ્સોને પાણીના ટાંકા પાસે બેસવાની ના કહેતાં ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈને યુવકને ધોકા વડે માર મારી નાસી છૂટયા હતા. આગાઉ પણ આ ત્રણેય શખ્સો પાણીના ટાંકા પાસે આવી મહેફીલ જમાવી બેઠા હતા ત્યારે યુવકે ત્યાં ન બેસવાની ટકોર કરી હતી. જેનો ખાર રાખી ગઈ કાલે યુવકને માર મારી નાસી ગયા હતા. બાદ યુવકને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તુરંત દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.