હળવદ કેનાલ માં ગૌમાતા પડી જતા હળવદ ફાયર બ્રિગેડ અને ગૌભક્તો એ રેસ્ક્યું ઓપરેશન કરી જીવ બચાવ્યો - At This Time

હળવદ કેનાલ માં ગૌમાતા પડી જતા હળવદ ફાયર બ્રિગેડ અને ગૌભક્તો એ રેસ્ક્યું ઓપરેશન કરી જીવ બચાવ્યો


હળવદ શહેરી વિસ્તાર માં છાસવારે આવી ઘટના બની રહી છે ત્યારે કેનાલ કાંઠે પ્રોટેક્શન ઝારી નાખવા લોકમાંગ ઉઠી છે

આજરોજ સવારે ૧૦:૩૦ વાગ્યા ના સુમારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ માં સરા રોડ સ્વામિનારાયણ નગર પાછળ સાયફંડ પાસે ગૌમાતા કેનાલ માં પડી જતાં તે વાત નું વટેમાર્ગુ ને ધ્યાન જતા તેઓએ ગૌ ભક્તો ને જાણ કરી હતી અને સાથે હળવદ ફાયર બ્રિગેડ ને પણ જાણ કરતા ગૌભકતો અને ફાયર બ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહા મહેનતે રેસક્યું કરી અને ગૌમાતા નો જીવ બચાવ્યો હતો ત્યારે હળવદ શહેર માં છેલ્લા ઘણા સમય થી છાસવારે માણસો અને પશુઓ કેનાલ માં પડી જવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આગામી સમય માં સબંધિત તંત્ર દ્વારા હળવદ જી.આઇ.ડી.સી પાછળ થી કંસારી હનુમાનજી સુધી કેનાલ કાંઠે બંને તરફ પ્રોટેક્શન લોખંડ ની જારી બનાવવામાં આવે તો આવી ઘટના બનતી એટકે તેવી સ્થાનિક લોકો ની લાગણી અને માંગણી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.