રૂપાલા વિરૂદ્ધ ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ
ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ક્ષત્રિય સમાજના સ્વાભીમાન જ એના પ્રાણ હોય છે આવા ખુમારી વાળા સમાજની ગરીમાને છાંટા ઉડે એવી સાવ વાહીયાત વાત પુરષોતમ રુપાલા દ્વારા એક જાહેર સભામાં કરવામાં આવી જેમાં તેઓ અન્ય સમાજને રાજી કરવા માટે ઇતિહાસને જાણ્યા વગર રાજા રજવાડાઓ બેટી અને રોટીના વહેવારો અંગ્રેજો સાથે કરતાં હતા તે પ્રકારનુ સાવ વાહિયાત અને હિન કક્ષાના શબ્દો વાપરી ગુજરાત અને સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિય સમાજની લાગણી તેમજ અસ્મિતાને ઠેસ પહોંચાડેલ છે તેમ જણાવતા કીર્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે અમારા પૂર્વજો ક્ષત્રિયોએ હિન્દુ ધર્મ ટકાવી રાખવા જે બલિદાનો આપ્યા તેનું મહત્વ રહ્યું ન હોઈ તેવો એહસાસ આ નિવેદનથી થયેલ છે આ બાબતે સમગ્ર ગુજરાત તેમજ દરેક તાલુકા અને ગામડે ગામડે આ વાત નો વિરોધ ચાલી રહ્યો છે લોકસભા રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા ના આ નિવેદન ને સખ્ત શબ્દોમાં ઉમરાળા તાલુકા રાજપુત સમાજ અને ઉમરાળા તાલુકા રાજપુત કરણી સેના અને યુવા સમાજ વખોડી કાઢીએ છીએ તેમજ તેમની લોકસભાની ટીકીટ રદ કરવા તેમજ અન્ય જાહેર કાર્યક્રમમાં અમારા સમાજ કે અન્ય સમાજ વિશે આવી રીતે જાણ્યા વગર ના નિવેદન ના કરે તેવી માંગ સાથે આક્રોશ ભરી રજૂઆત કરવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવામાં નહિ આવે તો રૂપાલાને તેના માંઠા પરિણામ ભોગવવા પડશે અમારી આ આક્રોશ સાથે ની પરશોતમ ખોડાભાઇ રૂપાલા રાજકોટ લોક સભાના ઉમેદવારના અભદ્ર વાણી વિલાસ વાળા નિવેદન વિરૂદ્ધની રજૂઆતને આપ આપની વડી કચેરી માન.કલેકટર તેમજ ગુજરાત સરકારને પહોંચાડો તેવી માંગ સાથે રજૂઆત કરાઇ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.