ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ઇનોવેટીવ એજ્યુકેશન કોન્ફરન્સ માં ૬ વિવિધ દેશોના લોકો જોડાયા. - At This Time

ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ઇનોવેટીવ એજ્યુકેશન કોન્ફરન્સ માં ૬ વિવિધ દેશોના લોકો જોડાયા.


ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ઇનોવેટીવ એજ્યુકેશન કોન્ફરન્સ માં
૬ વિવિધ દેશોના લોકો જોડાયા.

અમરેલી આધુનિક સમયમાં વિધાર્થીઓ દુનિયાના દરેક પ્રવાહો સાથે જોડાઈને વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી શકે તેવા હેતુ સાથે.યુગાન્ડા,આફ્રિકા,સુદાન,કેન્યા,તાન્ઝાનિયા,ઝિમ્બાવે જેવા અલગ અલગ ૬ દેશોના લોકો કલામ કેમ્પસના મહેમાન બન્યા અને તેમણે વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઈનોવેશન વિશે વિધાર્થીઓ સાથે ચર્ચા કરી અને અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઉંચું લાવવા માટે કેવા પ્રયત્નો થઈ શકે તેની વિશેષ માહિતી આપી હતી.આ તકે ઉપસ્થિત રહેલા યુગાન્ડાના રિચર્સ સ્કોલર ઇમેન્યુઅલએ જણાવ્યું હતું કે,પોતાની જાતે કોઈપણ પરિસ્થિતનો સામનો કરીને મહેનત સાથે સફળ થવું એજ સાચું શિક્ષણ.આ ઉપરાંત અન્ય ૫ દેશના રિચર્ચ સ્કોલરોએ પણ એજ્યુકેશનમાં નવીનતા અને ટેકનોલોજીના માધ્યમમાં ઝડપથી વિકાસ કરી શકાય છે જેના માટે ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત કલામ કેમ્પસના ચાલતા વિવિધ કાર્યોને ૬ દેશના લોકો દ્વારા બિરદાવવામાં આવ્યા. વિશેષની અંદર એમણે એવું કહ્યું કે ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલએ માત્ર સ્કૂલ નથી પરંતુ સમગ્ર અમરેલીના વિધાર્થીઓના વિકાસ માટે કાર્યરત એક ચળવળ છે. આ કોન્ફરન્સ સમગ્ર અમરેલી માટે એક ગૌરવરૂપ ઘટના સાબિત થઈ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.