શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર) અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું નિઃશુલ્ક વિતરણ શરુ
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત
પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર) અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું નિઃશુલ્ક વિતરણ શરુ
રાજકોટ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , ‘રામપાતર’નું છેલ્લા આઠ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા સેવા ગ્રૂપનાં સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. "વહેલા તે પહેલા" ના ધોરણે વિનામૂલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. વર્તમાન સમયની ગરમીને જોતા તેમજ લોક લાગણીને માન આપીને, પશુ, પક્ષીઓની તરસ છીપાવવા માટે કુંડા, માળા વિતરણની અવધિ બે દિવસ વધારવામાં આવી છે.
તા. 31 માર્ચ, રવિવારે મહાવીર સ્વામી ચોક ખાતે, તા. 1 એપ્રિલ, સોમવારે, રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ ખાતે, તા. 2 એપ્રિલ, મંગળવારે, હનુમાન મઢી ખાતે કુંડા – માળાનું નિઃશુલ્ક વિતરણ દરરોજ સવારે 7:15 થી 8:30 કલાક સુધી કરવામાં આવશે.
સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (9824221999), પ્રતિક સંઘાણી (મો. 9998030393), હિમાંશુભાઈ શાહ (મો. 9898048139), પારસભાઈ ગાઠાણી (મો. 97254 27693), અર્હમ યુવા સેવા ગ્રુપના શેતુર દેસાઇ (મો. 9898230975), રાજેશ્રીદીદી બદાણી (મો. 9067053747),પુજાદીદી શાહ (મો. 7405272762), તપનભાઈ શાહ (મો. 9427268321), તુષારભાઈ મહેતા (મો. 9067712244), અલ્કાદીદી કામદાર (મો. 9408183711), બીરેનભાઈ બાવીશી (મો. 9974747495), મનોજભાઈ પડિયા (મો. 98981 58260) સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.