સુર્યકાંત હોટલ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વધુ બે પંટર ઝડપાયા - At This Time

સુર્યકાંત હોટલ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વધુ બે પંટર ઝડપાયા


ક્રાઈમ બ્રાંચની ટીમે કોઈપણ ભોગે શહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો ચાલવો જ ન જોઈએ તેવી નેમ સાથે સતત આઈપીએલ શરૂ થયા બાદ દરોડા પાડી ફંટરોને પકડી રહી છે. ત્યારે સુર્યકાંત હોટલ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વધુ બે પંટરને દબોચી મુખ્ય બુકીનું નામ ખોલવા તપાસ આદરી હતી.
શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે ક્રિકેટ સટ્ટોડીયા પર તુટી પડવાની આપેલ સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ વાલાભાઈ ડાભી, હે.કો. કીરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઈ ડાંગર, વાલજીભાઈ જાડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગોંડલ રોડ પર આવેલ સુર્યકાંત હોટલ પાસે દિપક રામાવત નામનો શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી શખ્સને પકડી તેનું નામ પુછતા દિપક ઉમેશ રામાવત (ઉ.35) (રહે.ખોડીયાર સોસાયટી શેરી નં.4, નંદા હોલ પાછળ, કોઠારીયા મેઈન રોડ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ ફોનમાં તપાસ કરતા ક્રિકેટ સેશન ઉપર ગુરૂ નામની એપ્લીકેશનમાં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમતા હોવાનું ખુલતા પંટરની ધરપકડ કરી રૂા.5000નો મોબાઈલ કબ્જે કર્યો હતો. તેમજ તપાસમાં બેડીપરામાં રહેતો લાલો ખીંટ ગુરૂ નામની આઈડીમાં કપાત કરાવતો હોવાનું ખુલતા તેની પર ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે બુકીનું નામ ખોલવા બન્ને શખ્સોની પુછતાછ સાથે મોબાઈલ નંબરના આધારે પણ તપાસ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.