તલોદના માધવગઢમાંથી પડુસણ – ગામના આધેડનો મૃતદેહ મળ્યો
તલોદ તાલુકાના માધવગઢ ગામના બાલ મંદિર પાસથી એક બિનવારસી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ કરાતા તલોદ પોલીસ ઓળખ અને કાર્યવાહી કરવા ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, મૃતદેહ તાલુકાના પડુસણ ગામના અને વક્તાપુરના ભાણેજ ૫૫ વર્ષિય પુંજાભાઈ માનાભાઈનો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેમના કોઈ સગા સંબંધી ન હોવાથી ગામે ગામ માગીને અને કોઈ કામ બતાવે તો પોતાની ક્ષમતા મુજબ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.