બંધ મુઠી લાખ ની ખુલ્લી ગઈ તો ખાખની રાજકીય પાર્ટી ના નેતા ઓનો ટ્રેડ રોકર્ડ સારો હોય વચનપૂર્તિ ના હાર્દ પ્રમાણે ખરા ઉતરિયા હોય તો પક્ષ કે પાર્ટી વગર જીતી બતાવે પક્ષ કે પાર્ટી ઓ વગર દેશ સેવા જ કરવી હોય તો પગાર ભથ્થા પેન્શન લેવા નું છોડી દે સૌથી મોટી દેશ સેવા થશે - At This Time

બંધ મુઠી લાખ ની ખુલ્લી ગઈ તો ખાખની રાજકીય પાર્ટી ના નેતા ઓનો ટ્રેડ રોકર્ડ સારો હોય વચનપૂર્તિ ના હાર્દ પ્રમાણે ખરા ઉતરિયા હોય તો પક્ષ કે પાર્ટી વગર જીતી બતાવે પક્ષ કે પાર્ટી ઓ વગર દેશ સેવા જ કરવી હોય તો પગાર ભથ્થા પેન્શન લેવા નું છોડી દે સૌથી મોટી દેશ સેવા થશે


બંધ મુઠી લાખ ની ખુલ્લી ગઈ તો ખાખની

રાજકીય પાર્ટી ના નેતા ઓનો ટ્રેડ રોકર્ડ સારો હોય વચનપૂર્તિ ના હાર્દ પ્રમાણે ખરા ઉતરિયા હોય તો

પક્ષ કે પાર્ટી વગર જીતી બતાવે પક્ષ કે પાર્ટી ઓ વગર

દેશ સેવા જ કરવી હોય તો પગાર ભથ્થા પેન્શન લેવા નું છોડી દે સૌથી મોટી દેશ સેવા થશે

દેશ માં અત્યારે ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ચૂંટાયેલ સાંસદો એ શું કર્યું એમની ફરજ દરમ્યાન પ્રજા ને આપેલ વચનો પુરા કર્યા કે નહીં ? આદર્શ સાંસદ ગ્રામ યોજના સફળ બની કે નહીં સાંસદો એ પોતા ના મત વિસ્તારો માટે શું સુવિધા ઓ આપી ? લોકસભા કે રાજ્યસભા ના સાંસદો એ કોઈ મોટી બજેટ જોગવાઈ વાળી યોજના તો દૂર પોતા ને મળતી રૂટિગ ગ્રાન્ટ ના કામો પણ ચૂસવી ન શક્યા ૪૦૦ કરોડ માંથી ૨૦૦ કરોડ વણવપરાયા રહ્યા મોટા ભાગ ના સાંસદો રૂપાળા લેટરપેડ અને ૧૫ પેસા ૨૫ પેસા ના પોસ્ટકાર્ડ થી અરજદારો ને વર્ષો સુધી રાજી રાખ્યા ઉજળી આશા એ સાંસદો ને વિવિધ પ્રશ્ને થતી રજૂઆતો માં સબંધ કરતા પ્રશ્ને જેતે વિભાગ ને રૂપાળા લેટરપેડ અને ૧૫ પેસા ના પોસ્ટકાર્ડ થી ભલામણ કરી હોય તેની જાણ અરજદાર ને કરી હોય વર્ષો સુધી આવી રીતે લીલા લહેર કર્યા બહુ વધુ માં ૧૫૦૦ ના બાંકડા ૩૫૦૦ ના બિલ ચૂકવી ખરીદી મુક્યા ક્યાંક કોઈ બસ ઉભી ના રહે તેવા ટચુકડા પિકઅપ બસ સ્ટેન્ડ સાંસદ ની ગ્રાન્ટ માંથી બન્યા તેના બકરા અને કૂતરા છાયા બેચે આખા દેશ માં કૃષિ અને પશુપાલન મંત્રી ના ઉપકાર થી લંપી વાયરસ ની રસી સમય સર મળવા થી ઢોર બચ્યા ? અવતારી પુરુષ ની મહેરબાની થી કોવિડ રસી મળવા થી દેશ ની જનતા બચી ? મનુષ્ય નું સરેરાશ આયુષ આઝાદી પહેલા ૩૮-૪૦ વર્ષ નું હતું નવી શોધ સંશોધન આવિષ્કાર ઉત્તમ ખોરાક દવા આરોગ્ય સુખ સુવિધા ઓથી હવે સરેરાશ મનુષ્ય નું આયુષ ૧૫૦ વર્ષ નું થશે ? આ હું નહિ પણ ચૂંટણી મુદા કહે છે ગળે ના ઉતરે તેવા ગબ્બરા સંભળાય છે
ચૂંટણી છે પાચન શક્તિ વધારજો ગોળા ફેક સિઝન ચાલે છે સાંસદ ચૂંટાયા બાદ વર્ષો સુધી પદ છોડવા ને બદલે વારંવાર રિપીટ થવા ઈચ્છે એક લાખ થી વર્ષ વધુ અને પેન્શન મેળવે સમાજ સેવા માટે મોકલાયેલ નેતા દેશ સેવા જ કરવી હોય તો પગાર કે પેન્શન લેવા નું છોડી દે એ સૌથી મોટી દેશ સેવા થશે આતો હું નહિ તો મારો પુત્ર પત્ની ભાઈ હોકો પણ ઠોકો પણ ટીકીટ આપો જ નો આગ્રહ વંશ પરંપરાગત રાજકારણ હોય ભાજપ હોય કે કોંગ્રેસ પરિવાર વાદ કાગડા બધે કાળા જ ગ્રામ્ય થી મહાનગરો સુધી સહેલાઇ થી મળતી શેતાની શોધ મધ સેકા થી દેશી કે વિદેશી દારૂ લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર લાગવગ શાહી સર્વત્ર ચાલે છે તેમાં કોણ ના કહી શકે ? દેશ ની સાંસદ માં ક્રિમિલન માફિયા ગુંડા ઓ ચૂંટાઈ આવે કે રાજકીય પાર્ટી ઓ ટીકીટ આપે તે કેટલું વ્યાજબી પક્ષ કે પાર્ટી ઓના સિદ્ધાંત નીતિ ઓ નિયમો પ્રોટોકોલ થી સંપૂર્ણ વિપરીત વ્યક્તિ ઓને સતા નું સામર્થ્ય મળે એટલે બ્રેક વગર ની ગાડી જેમ બેફામ કોઈ ના જીવન જોખમ માં મૂકે જ દેશ માં દરેક રાજકીય પાર્ટી ઓના બંધારણ માં ખૂબ સાત્વિક વિચારધારા ઓ સર્વોદય કાર્યકર ની ભરતી બઢતી નિમણૂક માટે પ્રશિક્ષણ તાલીમ વર્ગ વ્યવસ્થા પણ છે ગત વિધાનસભા માં ભાજપ ૯૮ બેઠકો અને વિપક્ષ ૭૭ બેઠકો સાથે મજબૂત વિપક્ષ તરીકે રાજ્ય ની પ્રજા એ જનધાર આપ્યો પણ ગુલાટીબાજ નેતો બેફામ પાવર પોઝીશન અને અમર્યાદિત સતા જોઈતી હતી વારંવાર કોંગ્રેસ મજબૂત વિપક્ષ ન હોવા નું કારણ આપતી હતી ૯૯ સામે ૭૭ સભ્ય સંખ્યા નું વિપક્ષ એથી મોટી મજબૂતી શુ હોય ? કોંગ્રેસ તેના પાપે નાશ પામી હવે ભાજપ માં ગયેલ (ભાગ્રેસ) કોંગ્રેસ પક્ષ ને વફાદાર ન રહી તે ભરતી મેળા બાદ વફાદાર રહેશે ? બંધ મુઠી લાખ નું ખુલ્લી ગઈ તો ખાખની

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.