જસદણના વડોદ ગામે યુવતી પર ધૂળેટીમાં રંગ ઉડાવનાર શખ્સ સાથે ઝઘડો કરવાની યુવતીના ભાઈએ ના પાડતાં ઝેરી દવા પી લીધી, યુવતીને સારવારમાં રાજકોટ ખસેડાઈ - At This Time

જસદણના વડોદ ગામે યુવતી પર ધૂળેટીમાં રંગ ઉડાવનાર શખ્સ સાથે ઝઘડો કરવાની યુવતીના ભાઈએ ના પાડતાં ઝેરી દવા પી લીધી, યુવતીને સારવારમાં રાજકોટ ખસેડાઈ


જસદણ તાલુકાના વડોદ ગામે ધૂળેટીમાં રંગ ઉડાવનાર શખ્સ સાથે ઝઘડો કરતી બહેનને તેના ભાઈએ ઝઘડો કરવાની ના પાડી તને નવો ડ્રેસ લઈ દઈશ તેવું કહેતાં માઠું લાગી આવતા યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ, જસદણના વડોદ ગામમાં વાડી વિસ્તારમાં રહેતી પાયલબેન રણછોડભાઈ સદાદીયા(ઉ.વ.18) નામની યુવતી ગત તા.25-03 ના ધૂળેટીના દિવસે તે તેના ઘર પાસે હતી. ત્યારે ગામના જ અજાણ્યાં યુવકોએ તેના પર કલર ઉડાડતા તેને તે યુવકો સાથે ઝઘડો થયો હતો. ત્યારે યુવતીનો મોટો ભાઈ ત્યાં આવી જતાં તેને ઝઘડો કરવાની ના પાડી તેને નવો ડ્રેસ લઈ આપશે તેવું કહ્યું હતું. જે બાબતનું માઠું લાગી આવતાં યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં યુવતીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. જ્યારે આ બનાવ બન્યો ત્યારે યુવતીના માતા-પિતા પૂનમ હોવાથી ચાલીને ચોટીલા દર્શને ગયા હતાં અને ઘરે રહેલ તેના ભાઈ-ભાભીએ તેને સારવારમાં ખસેડી હતી. આ બનાવમાં જસદણ પોલીસે યુવતીનું નિવેદન નોંધવા આગળની તજવીજ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.