જસદણ પંથકમાં બેફામ વીજચોરી: કાયદેસર ગ્રાહકો પર કડક ઉઘરાણી
જસદણ પીજીવીસીએલ ની મીઠી નજર હેઠળ હાલ બેફામ વીજચોરી થઈ રહી છે અને પ્રમાણિક ગ્રાહકો પાસે સંજોગાવત જે વીજબિલની બાકી રકમ છે તે પર કડક ઉઘરાણી થતાં પ્રમાણિક ગ્રાહકોમાં ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે એક બાજુ જસદણ શહેર અને ગામડાઓમાં તંત્રની મીઠી નજર હેઠળ બેફામ વીજચોરી થઈ રહી છે બીજી બાજુ જસદણમાં રેહતા સામાન્ય પ્રમાણિક ગ્રાહક પાસે મામુલી રકમ બાકી હોય છે એની કડક ઉઘરાણી થાય છે નગરપાલિકા પાસે અંદાજીત પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ બાકી છે ત્યાં નરમાશ દાખવી કોઈ કનેક્શન કાપતાં નથી આમ વીજ કંપનીના અઘિકારીઓ કર્મચારીઓનું બેવડું વલણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી માંથા પર છે ત્યારે ઊર્જા મંત્રી જસદણ પંથકના વીજગ્રાહકોને રાહત અપાવે એવી લાગણી લોકોમાં ઉદ્દભવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.