જસદણ ૭૨ વિધાનસભાના મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરતાં હુસામુદ્દીન કપાસી - At This Time

જસદણ ૭૨ વિધાનસભાના મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરતાં હુસામુદ્દીન કપાસી


જસદણ: આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાશે ત્યારે હાલમાં ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર કમર કસી રહ્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં સામાજિક કાર્યકર હુસામુદ્દીન કપાસી એ અવશ્ય મતદાન થાય તે માટે એક સંદેશો પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન જરૂરી છે આગામી મે માસની સાત તારીખે લોકસભાની ચુંટણી યોજાય રહી છે ત્યારે આપણે સૌ આ મહાપર્વમાં શામેલ થઈએ અને અવશ્ય મતદાન કરીએ આ દીવસને અનુલક્ષીને કામોનું આગોતરું આયોજન કરી મતદાનને પ્રથમ પ્રાથમિકતા આપીએ હુસામુદ્દીનભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે કેટલાંક લોકો ફ્કત આળસના કારણે મતદાનથી અળગા રહે છે ત્યારે લોકતંત્રને સુદ્દઢ બનાવવા અચૂક મતદાન કરવા હાકલ કરી હતી આમ છતાં મતદાન કરવામાં કોઈ અડચણ આવે તો જસદણમાં તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યાંથી પણ જાણકારી મદદ મળી રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.