બોટાદ જિલ્લાના ગામે-ગામ મહિલાઓને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે પ્રેરિત કરતા કાર્યક્રમો યોજાયા
બોટાદ જિલ્લાના ગામે-ગામ મહિલાઓને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે પ્રેરિત કરતા કાર્યક્રમો યોજાયા
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે.અને બોટાદ જિલ્લાના તમામ ગામડાંઓ અને દરેક પરિવાર આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજીને નાગરિકોને મહત્તમ મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને મહિલા મતદારોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે.ત્યારે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સીયાનગર,નાના જીંજાવદર,ગઢાળી,ઉગામેડી સહિતના ગામોમાં તથા બોટાદ તાલુકાના નાના પાળીયાદ,કુંભારા,સમઢીયાળા-2,સાંકરડી સહિતના ગામોમાં કાર્યક્રમો યોજીને મહિલા મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહિલાઓએ અવશ્ય મતદાન કરવા તેમજ આસપાસના લોકોને પણ મતદાન કરવા અંગે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.