રાજકોટમાં સિટી-BRTSની 117 બસમાંથી 52 ખખડધજ, ધૂમાડો ઓકતા લોકોના આરોગ્ય પર જોખમ, ડોક્ટરે પ્રદૂષણથી બચવા આપ્યા સૂચનો
રાજકોટ શહેરમાં મનપા દ્વારા RMTS અને BRTS બે માધ્યમો દ્વારા લોકોને સિટિબસની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં RMTS 97 તેમજ BRTSની 20 મળી કુલ 117 બસો દોડાવવામાં આવી રહી છે. જોકે, આ પૈકી 52 જેટલી ડીઝલ બસો પૈકીની મોટાભાગની બસો ખખડધજ હાલતમાં છે. આ બસો ધુમાડા ઓકતી હોવાના વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. પણ તંત્ર દ્વારા સિટીબસનું જરૂર મુજબ સમયાંતરે મેઇન્ટેનન્સ તેમજ ચેકિંગ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.