રાજકોટમાં કરણીસેનાનો વિરોધ, ‘માફી માગવા માટેનો વીડિયો જાહેર કર્યો તે રૂમમાં બેસીને કર્યો છે, ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં માફી માગે’
રાજકોટમાં ભાજપનાં લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના રાજવીઓને લઈ વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બહુમાળી ચોક ખાતે કરણી સેના દ્વારા 'BJP તુજસે બૈર નહીં રૂપાલા તેરી ખૈર નહીં' સહિતના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેની ટિકિટ કેન્સલ થાય તેવી માગ કરવામાં આવી હતી. જોકે રૂપાલાએ માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો. તેના વિશે કરણીસેના કહ્યું કે, માફી માગવા માટે વીડિયો જાહેર કર્યો તે પર્સનલ રૂમમાં બેસીને કર્યો છે, ક્ષત્રિય સમાજના આગેવાનોના મહાસંમેલનમાં આવી માફી માંગે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.