ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગમાં ધુળેટી પર્વની ઉજવણી કરી અને ખજૂર વહેચવામાં આવ્યા
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગમાં ધુળેટી પર્વની ઉજવણી કરી અને ખજૂર વહેચવામાં આવ્યા
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે. જેમાં આજુબાજુ વિસ્તારના ધોરણ પાચ (5)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે N.M.M.S, નવોદય, સૈનિક,PSE, જ્ઞાન સાધના, ચિત્રકામ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શનથી તાલીમ વર્ગ ખાતે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમ વર્ગના બાળકોએ ખૂબ જ મસ્તી સાથે તિલક હોળી ધુળેટી રમ્યા હતા. તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ તાલીમ વર્ગના બાળકોને ખજૂર વિતરણ કરવામાં આવ્યું હતું તમામ બાળકો ખૂબ જ ખુશ જણાતા હતા. સુખસર તાલીમ કેન્દ્ર ખાતે રાજુભાઈ મકવાણાએ અને મોરા કેન્દ્ર ખાતે સંગાડા અશ્વિનભાઈ એ તાલીમ કેન્દ્રોમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને હોળી પર્વની જાણકારી આપીને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ હોળી ધુળેટી પર્વની શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.