ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાઇ - At This Time

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાઇ


હિંમતનગરના રૂપાલ કમ્પા પાસે સ્પાર્ટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા 3.91 કરોડનું નુકશાન; પોલીસે

આગળની કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈથી રણાસણ રોડ પર જતા રૂપાલ કમ્પા પાસે નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ સ્પાર્ટન ઇન્ડસ્ટ્રીઝ બે દિવસ પહેલાં સાંજના સમયે અચાનક આગ લાગતા આખી ફેક્ટરી આગમાં લપેટાઈ જતા ભસ્મીભૂત થઇ હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ફેક્ટરીના માલિકે રૂ.3.91 કરોડનું નુકશાન થયા અંગેની જાણવા જોગ નોંધાવી છે. ગાંભોઈ પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં શુક્રવારે સાંજના સમયે રૂપાલ કમ્પા પાસે આવેલ સ્પાર્ટન ઇન્ડસ્ટ્રીઝ કે જે પ્લાસ્ટિકના દાણામાંથી ગ્લુ સ્ટીક બનાવે છે. જેમાં અચાનક શોટ સર્કીટ થવાને લઈને આગ લાગી હતી. જોત જોતામાં આગ આખી ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી. હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, તલોદ અને વિજાપુરના 9 ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ બુઝાવ્યા બાદ શનિવારે સાંજે ફેકટરીના સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી હતી કે સ્પાર્ટન ઇન્ડસ્ટ્રીઝમાં ફેક્ટરીની સંપૂર્ણ મશીનરી, શેડ તથા રો મટીરીયલ, ફીનીશીંગ પ્રોડક્ટ માલ આગમાં બળીને ખાખ થઇ ગયો છે. જેથી આશરે 3 કરોડ 91 લાખનું નુકશાન થવા પામ્યું છે. જેથી પોલીસે જાણવા જોગ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.