વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા નિશુલ્ક ચકલી ઘર પાણીના કુંડા તેમજ ચણ નું વિતરણ કરાયું
20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ચકલીની પ્રજાતિઓ દિવસે ને દિવસે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે દર વર્ષે 20 માર્ચને વિશ્વચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5,000 નંગ ચકલી ઘર 2500 નંગ પાણીના કુંડા 1500 જેટલા ચણના પેકેટ સહિત ની વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 25,000 નંગ ચકલી ઘર 25 હજાર નંગ પાણીના કુંડા સહિતની વસ્તુઓનું વિતરણ છેલ્લા આઠ વર્ષમાં કરવામાં આવ્યું છે ચકલી ઘરના દાતા અરવિંદભાઈ પટેલ રહ્યા હતા તેમ જ પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તેમજ ચણ ના દાતાઓ ના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ગ્રુપના પ્રમુખ સંસ્થાપક તેમજ સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.