સાંઈબાબા પાર્કમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.75 હજારના વાસણો ચોરી કરી ફરાર
સાંઈબાબા પાર્કમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.75 હજારના વાસણો ચોરી કરી ફરાર થઈ જતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે નાના મવા સાંઈબાબા પાર્કમાં બ્લોક નં.89 અને 90 માં રહેતાં આરતીબેન વિજયભાઈ રાવ (ઉ.વ.49) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા બાર વર્ષથી તેના પતિ સહિતના પરીવાર સાથે રહે છે અને તેના પતિ હાઇડ્રોલીક બોરવેલ રીપેરીંગનું કામ કરે છે.
હાલ જે મકાનમાં તેઓ રહે છે તે મકાન વેચવા કાઢેલ હોય અને શેરીમાં તેઓના મકાનની સામે જ ભાડેથી મકાન રાખેલ હોય જ્યાં ઘરનો સામાન ફેરવવાનો હોય જેથી વેંચવા કાઢેલ ઘરમાં ઘર વખરીના સામાનના બાચકા પેક કરી રાખેલ હતા. સામાન બાચકાઓમાં ભરેલ જેમાં સાત મોટા સ્ટીલના ડબ્બા તેની અંદર છુટી સ્ટીલની ડીસો, ચમચીઓ અને નાના ડબ્બાઓ મુકેલ હતાં.
તેમજ બીજા પાંચ ડબ્બાઓ, સ્ટીલના થાળીના સેટ નંગ-20, સ્ટીલના નાના મોટા તપેલા નંગ- 8, કુકર નંગ-1 પેક કરીને રાખેલ હતા. સવારે 11 વાગ્યે તેની માતા ઘરે બધુ ચેક કરી મુકીને ગયેલા હતા અને ઘરના દરવાજે તાળુ મારેલ હતુ.
સાંજના તેઓ ઘરે જતાં પાછળના દરવાજાના નકુચા વાળા ભાગેથી દરવાજો તોડી કોઇએ અંદર પ્રવેશ કરી અજાણ્યાં શખ્સોએ પેક કરીને રાખેલ ઘરવખરીનો કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.