ભાભર મુકામે આરોગ્ય મેળો યોજાયો.. - At This Time

ભાભર મુકામે આરોગ્ય મેળો યોજાયો..


ભાભર મુકામે આરોગ્ય મેળો યોજાયો..

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મુકામે આરોગ્ય મેળો યોજાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. જિલ્લા હેલ્થ સોસાયટી બનાસકાંઠા. તથા તાલુકા આરોગ્ય કચેરી ભાભર દ્વારા આયોજીત ડો આર. આર. ચંદેલ તાલુકા આરોગ્ય અધિકારી . અને સરકારી હોસ્પિટલ ભાભર ના અધિક્ષક ડૉ પ્રમોદ પંડ્યા ના માર્ગ દર્શન હેઠળ આરોગ્ય મેળો યોજવામાં આવ્યો
આરોગ્ય મેળો આરોગ્ય અધિકારી ઓ તેમજ આગેવાનો એ હાજર રહી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ..
આ કેમ્પ મા જનરલ ઓપીડી ,ડેન્ટલ ઓપીડી,ગાયનેક તપાસ, ડાયાબિટીસ,હાયપરટેન્સન નું સ્ક્રીનીંગ ,આભા કાર્ડ ,આયુષ્માન કાર્ડ ની કામગીરી કરવામાં આવી.તેમજ સગર્ભા બહેનો ને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવેલ..
આરોગ્ય મેળા માં ભાભર તાલુકા નો તમામ આરોગ્ય સ્ટાફ તેમજ આશાવર્કર બહેનો અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ
આરોગ્ય મેળા માં સગર્ભા બહેનો ને મહાનુભાવો ના વરદ હસ્તે પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.