નવા કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણના બે માસ બાદ પણ કામ અધૂરું, ફ્રેમના પ્લાયનું કામ અધવચ્ચે અટક્યું - At This Time

નવા કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણના બે માસ બાદ પણ કામ અધૂરું, ફ્રેમના પ્લાયનું કામ અધવચ્ચે અટક્યું


એજન્સી પાસે પાછળથી કરાવેલા કામના રૂ.1.50 કરોડના બિલ બાકી હોવાથી કામ અટકાવ્યું

રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્દઘાટન થયા બાદ એક પછી એક વિવાદ તેનો પીછો કરી રહ્યા છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં બાર એસોસિએશનના રૂમ, કોન્ફરન્સ રૂમ સહિતના અનેક ચેમ્બરમાં ફ્રેમ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરે પ્લાય લગાડયા વગર કામ અધૂરું મુકી દેતા વકીલોમાં ભારે નારાજગી પ્રસરી ગઇ છે અને કામ અધૂરું મુકાતા ‘’સોનાની થાળીમાં લોઢાની મેખ’’ જેવી છાપ ઊભી થયાનું વકીલો જણાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.