જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો.... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો....
મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગરમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બહેનો અને દીકરીઓ માટે ખાડિયા પ્રાથમિક શાળામાં સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં દાતા તરીકે કાજલબેન વખારીયા એ ફાળો આપ્યો. આ કાર્યક્રમમાં જયાબેન પટેલ દ્વારા મહિલાઓમાં થતા વિવિધ પ્રકારના કેન્સર ની માહિતી આપી તથા પેડ નું મહત્વ સમજાવ્યું તેમજ મહિલા જાગૃતિ વધે તે અંગે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, ઉપપ્રમુખ કામિનીબેન સુતરીયા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, ખજાનચી રિદ્ધિબેન આચાર્ય, કાજલબેન, રેખાબેન તથા અન્ય સક્રિય બહેનો હાજર રહી. શાળાના સ્ટાફ મિત્રોએ સુંદર સાથ સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.