તને તો આજે પતાવી જ દઉ’ કહી પિતા-પુત્રએ બિલ્ડરને માર મારી ધમકી આપી
વિવેકાનંદ નગરમાં તને તો આજે પતાવી જ દઉ કહીં વાળંદ પિતા-પુત્રએ બિલ્ડરને મારમારી ધમકી આપતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે વિવેકાનંદ નગરમાં કિડ્સ કલબ પ્રી સ્કૂલ પાસે રહેતાં ફેનીલભાઈ મુકેશભાઈ માંડલીયા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરેશ બગથરીયા અને શિવમ હરેશ બગથરીયા (રહે. બંને વિવેકાનંદ નગર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બિલ્ડરનો વ્યવસાય કરે છે અને ગઇ તા. 28/02/2024 ના રાત્રીના ઘરે હતાં ત્યારે ઘરે તેમના મમ્મી સુધાબેન અને તેમના ઘરે કામ કરવા આવતા ભાનુબેન બન્ને ઘરે નિચેના ભાગે સાફ સફાઈ કરતા હતા ત્યારે અમારા ઘરની સામેના ભાગે આવેલ ભારત હેર ડ્રેસ વાળા દુકાનદાર હરેશ બગથરીયા અને તેનો પુત્ર શિવમ બગથરીયા બન્નેએ તેમના મમ્મી અને ભાનુબેનને કહેલ કે, આ રોડમા અમારી બાજુ પાણી આવવુ ન જોઇએ તેમ કહેતા દુકાન પાસે ગયેલ પાણીને સાવરણો મારી સાફ કરી દીધેલ હતું. ત્યાર બાદ તેઓની માતાએ વાત કરતાં તેઓ બંને શખ્સોને સમજાવવા તેની દુકાને ગયેલ અને સાથે તેની માતા અને ભાનુબેન પણ હતા. ત્યારે હરેશે મને કહેલ કે, પાણી તો અહિ આવવુ જ ન જોઇએ કહીં તેનો પુત્ર શિવમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરિયાદીને દુકાનમાથી ધક્કો મારેલ અને દુકાનની બહાર આવી બન્ને પિતા-પુત્રએ મારામારી કરેલ અને કહેલ કે તને બે દિવસમા પતાવી ન નાંખું તો હું વાળંદના પેટનો નહિ, તેમ કહી મારી નાખવાની ધમકી આપેલ હતી. બાદમાં તેઓ ઘરે આવતા રહ્યા હતાં. દરમિયાન થોડીવારમાં શિવમ તેના હાથમા બેઝ બોલનો ધોકો લઈ મારવા માટે આવેલ હતો. પરંતુ તેઓ ઘરમાં હોવાથી તે જતો રહેલ હતો. જે અંગે બંને પિતા-પુત્ર વિરૂદ્ધ અગાઉ તા. 29/02/2024 ના પોલીસ કમિશ્નર કચેરીએ અરજી આપેલ હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.