બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી
રાજયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે.ત્યારે આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી હોય છે અને તેના કારણે બાળકો અને માતા પિતાની મુશ્કેલી વધી જાય છે.આવો જ એક કિસ્સો બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે બોટાદમાં બન્યો છે.અહીં પોલીસે ધોરણ ૧૦ની વિર્ધાર્થીનીની મદદ કરી હતી.મળતી માહિતી અનુસાર આજે સવારે શરૂ થઈ ચૂકેલી બોર્ડની પરીક્ષામાં બોટાદમાં બાળકી તેના પરીક્ષા કેન્દ્ર કરતા અલગ કેન્દ્રએ પહોંચી હતી.બાળકી પરીક્ષા આપવા માટે આદર્શ સ્કૂલ પહોંચી હતી.ખરેખર તેનું પરીક્ષાનું કેન્દ્ર બોટાદનું કેન્દ્ર યોગીરાજ વિદ્યાલય હતું.આ પછી વિધાર્થીનીએ આ માટે પોલીસની મદદ લીધી.પોલીસે પોતાની કારમાં-બાળકીને બેસાડી અને તેને તેના યોગ્ય કેન્દ્રએ પહોંચાડી હતી.આ પછી બાળકી યોગ્ય સમયે પહોંચી અને પરીક્ષા આપી શકી હતી.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.