જસદણ વીંછિયા પંથકમાં ધો.૧૦ ૧૨ ની પરીક્ષાનો શાંતિ પૂર્ણ પ્રારંભ: આગેવાનોએ શુભેચ્છા પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકમાં આજે ધો.૧૦ ૧૨ની શિક્ષણબોર્ડની પરીક્ષાના પ્રારંભ સાથે આજે ન્યાયીક માહોલમાં યોજાય હતી દરેક વિધાર્થી અને વિદ્યાર્થિનીઓને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણબોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર થયો છે પરિક્ષામાં વિધાર્થીઓનો ઉત્સાહ વધે કોઈ જાતનો ભય ન રહે અને હાલાકી વેઠવી ન પડે તે માટે તંત્ર સજજ થઇને સવારે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું વિજયભાઈ રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રીક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ છે પરિક્ષા કેન્દ્રો પણ સી સી ટીવી કેમેરાથી મઢયા છે આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ પરિક્ષા કેન્દ્રો પર મુકવા આવતા દ્રશ્યો તાદ્રશ્યો સર્જાયા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.