સૌપથમ ઉંડપા નારોલા પરિવાર ની પહેલ. દામનગર વડીલો માટે હરિહર સેવા નો પ્રારંભ - At This Time

સૌપથમ ઉંડપા નારોલા પરિવાર ની પહેલ. દામનગર વડીલો માટે હરિહર સેવા નો પ્રારંભ


સૌપથમ ઉંડપા નારોલા પરિવાર ની પહેલ.
દામનગર વડીલો માટે હરિહર સેવા નો પ્રારંભ

દામનગર શહેર માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ઉંડપા નારોલા પરિવાર આયોજિત વડીલો માટે કાયમી હરિહર સેવા નો પ્રારંભ કરાયો હતો વતન થી દુરસદુર રહેતા સંતાનો ને માવતર ની ચિતા કેમ ન હોય ? મતાપિતા ને સમયસર સાત્વિક ભોજન મળે તે માટે ચિતા કરતા સંતાનો એ માદરે વતન માં વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે સુંદર વ્યવસ્થા ગોઠવી આજે સમસ્ત ઉંડપા પરિવાર દ્વારા કાયમી હરિહર સેવા નો પ્રારંભ કરાયો હવે વતમ માં રહેતા વડીલો ને સમયસર ગરમાગરમ સાત્વિક ભોજન મળે તે માટે વતન માં રહેતા યુવાનો ના સંકલન થી સુવ્યવસ્થિત હરિહર સેવા ચાલતી રહે તેવું અદભુત આયોજન કરાયું હતું દીકરા દીકરી ઓના ઉચ્ચ અભ્યાસ વેપાર ધંધા બિઝનેસ રોજગાર માટે સ્થળાંતર થયેલ પરિવારો માં ગામડે રહેતા કુદરતી પ્રકૃતિ માં રહેવા ટેવાયેલ વડીલો ને શહેરી જીવન ફાવતું ન હોય તેવા વડીલો ખાધે પીધે સુખી સંપન્ન પરિવાર ના હોય પણ જાતે રસોઈ વ્યવસ્થા કરવા સમર્થ ન હોય તો સંતાનો ને માવતર ની ચિતા હોય પણ સૂકી ખેતી અને રોજગારી ક્ષેત્રે કોઈ મોટા ઉદ્યોગ કે ચિસાઈ યોજના ઓ નહિ હોવા થી સંતાનો ના ઉજળા ભવિષ્ય માટે મજબૂરી વશ સ્થળાંતર પરિવારો ગામડે ગામડે વડીલો માટે ની ભોજન વ્યવસ્થા ગોઠવાય રહી છે તેમાં દામનગર માં સૌપ્રથમ ઉંડપા નારોલા પરિવારો એ પહેલ કરી વડીલો માટે આશીર્વાદ રૂપ હરિહર સેવા માં અંદાજિત ૭૦ જેટલા વડીલો ને કાયમી સાત્વિક ભોજન સેવા નો આજે પ્રારંભ કરાયો હતો જેમાં સમાજ અગ્રણી જવેરભાઈ નારોલા કરશનભાઈ નારોલા લાભુભાઈ નારોલા સહિત ના વડીલો ની ઉપસ્થિતિ માં હરિહર સેવા માટે ધીરૂભાઈ નારોલા ચીમનભાઈ નારોલા રામભાઈ નારોલા અરજણભાઈ નારોલા ના નેતૃત્વ માં પ્રારંભ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.