છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદમાં મહાશિવરાત્રી પર શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા
હળવદ છોટાકાશી તરીકે જગ વિખ્યાત છે. હળવદ શહેરની ચારેબાજુ દેવાધિદેવ મહાદેવના નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. મહાશિવરાત્રીના પાવન પર્વની હળવદ પંથકમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે. સરા ચોકડીએ આવેલું મીની સોમનાથ ગણાતું વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, ભવાની ભૂતેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, ગૌલકેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ વગેરે શિવાલયોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર હળવદ પંથકના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર હળવદના શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો ૨૧
કુંડી મહાયજ્ઞ, મહાઆરતી, ભાંગનો પ્રસાદ, ભજન કિર્તન જેવા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્ય હતા. સાથે હળવદના વિવિધ શિવાલયમાં મહાશિવરાત્રીના ભગવાન ભોળાનાથને રિઝવવા દૂધ, મધ, શેરડીનો રસ, ચોખા, ધી, તલ, બીલીપત્ર, પુષ્પ એવા જુદા જુદા ૧૩ દ્રવ્યોથી મહાદેવને અભિષેક કરવા વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટી પડયું હતું
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.