રાજકોટમાં હથિયારનાં સૌથી વધુ 342 તો અમદાવાદમાં 324 લાઇસન્સ ઇસ્યૂ
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદનાં 5963 લોકો હથિયાર ધરાવે છે, રાજકોટમાં 3188, સુરતમાં 2781 ગુજરાતમાં ત્રણ વર્ષમાં 2,260 લોકોએ હથિયારનાં લાઇસન્સ લીધાં.
રાજ્યમાં લાઇસન્સવાળાં હથિયારધારકોની સંખ્યા વધી રહી છે. અધિકાંશ લોકો શોખ અને સ્ટેટસ માટે સ્વરક્ષણના નામે હથિયારનું લાઇસન્સ કઢાવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2260 લોકોએ હથિયારનું લાઇસન્સ મેળવ્યું છે. જેમાં સૌથી વધુ 342 લાઇસન્સ રાજકોટિયન્સે કઢાવ્યાં છે, તો મેટ્રોસિટી અમદાવાદમાં 324, સુરતમાં 212, ગાંધીનગરમાં 207 અને જૂનાગઢમાં 127 લોકોએ લાઇસન્સ મેળવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.