સત્ય મેવ જયતે. ગૌચર ની જમીન માંથી માટી ખનન મુદ્દે પ્રતિ મે.ટન રૂ.૧૭૫/-લેખે ૫૫૮૮ મે.ટનના રૂ.૯,૭૭,૯૦૦/ મળી પર્યાવરણ સંપત્તિ સહિત ના મુદ્દે ૧૩.૭૮૭૮૩ નો દંડ ફટકાર્યો
સત્ય મેવ જયતે. ગૌચર ની જમીન માંથી માટી ખનન મુદ્દે પ્રતિ મે.ટન રૂ.૧૭૫/-લેખે ૫૫૮૮ મે.ટનના રૂ.૯,૭૭,૯૦૦/ મળી પર્યાવરણ સંપત્તિ સહિત ના મુદ્દે ૧૩.૭૮૭૮૩ નો દંડ ફટકાર્યો
અમરેલી ની બહુચર્ચિત ગૌચર ની જમીન માંથી માટી ખનન મુદ્દે મોટો દંડ ગૌચર સર્વે નંબર ૩૩૪ પૈકીની જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી રોડના કામે ઉપયોગમાં લેવાની માટી ની સુખડીયા ની ફરિયાદ બાદ તપાસ ના અંતે ૧૩.૭૮૭૮૩ નો દંડ રોકડીયાપરા વિસ્તારનાં વોકળામાં માટી ખનન શરૂમાં હોવાનું જણાતા સ્થળ પરનાં માટી ખનન કરી રહેલ ઈસમોને પુછતા તેઓ તરફથી નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ- અમરેલીના હુકમ નં ઈરી/વશી/સુફ.સુજ/પીબી/૨૬૬ થી ૨૬૭ /૨૦૨૩ તા.૧૯/૦૪/૨૦૨૩ થી પરવાનગી મેળવેલ હોવાના પત્રની નકલ રજુ કરવામાં આવેલ છે. સદરહું જગ્યાએ સ્થળ ખરાઈ સબબ મંજુરી આપનાર અધિકારીશ્રી નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ- અમરેલીને સ્થળ પર ઉપસ્થિત થતાં તેઓ દ્વારા સ્થળ પર લખાવેલ નિવેદન મુજબ થઈ રહેલ ખોદકામવાળી જગ્યા રોકડીયા પરા તળાવના નીચાણવાસમાં આવેલ વોકળાનો ભાગ છે. એટલે કે પરવાનગી આપેલ રોકડીયા પરા તળાવનો જ ભાગ છે. જેથી સદરહું માટીનું કામનું ખનન પરવાનગી આપ્યા હુકમની જગ્યામાં થઈ રહેલ હોવાનું જણાય છે. તે મતલબનું નિવેદન આપેલ છે. જેનો હકીકતલક્ષી રીપોર્ટ સંદર્ભ માં નાથાલાલ સુખડીયા દ્વારા ફરીયાદ/રજુઆત કરવામાં આવેલ છે કે સવાલવાળી જગ્યા જયાં ખનન થઈ રહેલ હતું તે જગ્યા અમરેલી ગામની ગૌચર સર્વે નં ૩૩૪ પૈકી ૫ ની હોય સદરહું જગ્યાએ થઈ થયેલ માટી ખનન ગેરકાયદેસર હોવા છતાં વાહનો છોડી મુકવા ની ગંભીર નોંધ સાથે કાર્યવાહી કરવા મામલતદાર.શ્રી અમરેલી શહેરનો રીપોર્ટ સંદર્ભ જી ક કચેરીના પત્ર નં ચિ/જમન/૩/વશી/૫૬૭૭/૨૦૨૩તા.૨૨/૦૬/૨૦૨૩ થી ભુસ્તરશાસ્ત્રી ને તપાસ જગ્યા ઉપર મામલતદારશ્રી અમરેલી શહેર દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને જે સ્થળ ઉપર થયેલ ખનન વાળી જગ્યા ઉપર નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ અમરેલી દ્વારા પત્ર નંબર ઈરી/વશી સુફ.સુજ/પીબી/૨૬૬ થી ૨૬૭ /૨૦૨૩ તા.૧૯/૦૪/૨૦૨૩ થી મંજુરી આપવામાં આવેલ હોય સદરહું બાબતે તપાસ કરવાનો પ્રશ્ન રહેતો નથી જે બાબતેનો પ્રત્યુત્તર ભુસ્તરશાસ્ત્રીની કચેરીના પત્ર નં જીએ/ફરીયાદ/અમરેલી/૨૦૨૩/૧૬૬૪તા.૦૬/૦૭/૨૦૨૩ થી નિવાસી અધિક કલેકટરશ્રીને પાઠવવામાં આવેલ છે સદરહું બાબતે સંદર્ભ જી ક કચેરીના પત્ર નં ચિ/જમન/૩ વશી/૬૦૭૯/૨૦૨૩તા.૨૭/૦૭/૨૦૨૩ થી નાથાલાલ સુખડીયા દ્વારા તા૧૩/૦૭/૨૦૨૩ ની અરજીથી તેઓનીતા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ આપેલ અરજી અન્વયે ખોટા ડોક્યુમેન્ટ આધારે રીપોર્ટ થવા અંગે અને તે બાબતે ન્યાયીક તપાસ થવા તથા જવાબદારો સામે રેવન્યુ રાહે વસુલી તથા ફોજદારી રાહે કાર્યવાહી કરવા મુળ અરજીના સમર્થનમાં સોગંધનામું રજુ કરેલ હોય જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીને સદરહું બાબતે યોગ્ય તપાસ કરી વિગતવાર અહેવાલ કરવા માટે નાથાલાલ સુખડીયા દ્વારા તા૧૩/૦૭/૨૦૨૩ થી તેઓની મુળ અરજી તા૧૫/૦૫/૨૦૨૩ ની અરજીના સમર્થનમાં કરેલ સોગંધનામાં આધારે ભુસ્તરશાસ્ત્રી દ્વારા સવાલવાળી જગ્યાની તપાસ કરવા માટે પત્ર નં.જીએ/ફરીયાદ/તપાસ/૨૦૯૧ થી ૨૦૯૬ તા.૦૮/૦૮/૨૦૨૩ થી મામલતદારશ્રી અમરેલી શહેર, તાલુકા વિકાસ અધિકારીશ્રી અમરેલી, ડિ.આઈ.એલ.આરશ્રી, અમરેલી તથા નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલીને સંયુક્ત રીતે ટીમ બનાવી તા.૧૮/૦૮/૨૦૨૩ ના રોજ યોગ્ય તપાસ કરવા માટે હાજર રહેવા માટે જણાવવામાં આવેલ છે. પરંતુ તા.૧૮/૦૮/૨૦૨૩ ના રોજ મામલતદારશ્રી અમરેલી શહેર તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અમરેલી તેઓની કચેરીના અગત્યના કામોમાં વ્યસ્ત હોઈ તપાસ સમયે હાજર રહી શકેલ નથી. જેથી સર્વ સંમતીથી તપાસ કરવા માટે તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ હાજર રહેવા માટે નક્કી કરવામાં આવેલ. સદરહું બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા સવાલવાળી જગ્યા તેઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ન હોય તેઓ તપાસમાં હાજર રહી શકે નહી જે બાબતે જાણ કરતો પત્ર ભુસ્તરશાસ્ત્રીનેતા.૧૮/૦૮/૨૦૨૩ થી લખવામાં આવેલ છે.સંદર્ભ (૭) થી તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ નાથાલાલ.સુખડીયાની રૂબરૂ હાજરીમાં ભુસ્તરશાસ્ત્રી અમરેલી મામલતદારશ્રી અમરેલી શહેર ડિ.આઈ.એલ.આર અમરેલી નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલી દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવેલ તપાસ કરતા સવાળવાળી જગ્યા ઉપર પાણી ભરેલ જોવા મળેલ છે જેના ફોટોગ્રાફ્સ લેવામાં આવેલ છે. સદરહું જગ્યા સર્વે નંબર ૩૩૪ પૈકીની જમીન ક્યા સદરે ચાલે છે તે બાબતે બાબતે ડિ.આઈ.એલ.આર તથા મામલતદાર અમરેલી શહેર દ્વારા તપાસ કરવામાં આવેલ છે.સ્થળ ઉપર કુલ કેટલા વિસ્તારમાં અને કેટલા જથ્થાનું ખોદકામ થયેલ છે તે માપણી થયા બાદ નક્કી કરી શકાય પરંતુ સ્થળ ઉપર ખનન કરેલ વિસ્તારમાં પાણી ભરેલ હોય તેની માપણી પાણીનો નિકાલ થયા બાદ માપણી થઈ શકે અને માટી ખનીજના કેટલા જથ્થાનું ખનન થયેલ છે તે જાણી શકાય. સમગ્ર તપાસ ફરીયાદીશ્રીની રૂબરૂ હાજરીમાં કરવામાં આવેલ છે. સ્થળ તપાસ અનવ્યે મામલતદાર અમરેલી શહેર દ્વારા પત્ર નં જમન/વશી/શહેર/૫૦૨/૨૦૨૩ તા.૨૩/૦૮/૨૦૨૩ થી ભુસ્તરસાશ્ત્રીની કચેરી તથા નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલીને જણાવવામાં આવેલ છે કે સવાલવાળી જગ્યા બાબતે જીલ્લાનિરીક્ષકશ્રી,જમીન દફતર અમરેલી તરફથી અહેવાલ મંગાવતા તેઓ દ્વારા તા.૨૨/૦૮/૨૦૨૩ ના અહેવાલમાં જણાવેલ વિગતે સર્વે નં ૩૩૪ ના ફેસલ પત્રકની નકલમાં ગૌચર સારૂ મુકરર કરેલ હોવાનું સ્પષ્ટ જણાવેલ છે તથા મામલતદાર અમરેલી શહેરના રેવન્યુ રેકર્ડ પર સર્વે નં ૩૩૪ પૈકી ૫ ની હે. ૧૨-૩૭-૮૭ આરે.ચોમી. જમીન શ્રી સરકાર ગૌચર સદરે ચાલે છે.સવાલવાળી જગ્યામાં માટી/કાંપ કાઢવાની મંજુરી બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલીના પત્ર નં ઈરી/પીબી/અહેવાલ/વશી/૪૦૦-૪૦૫/૨૦૨૨૩ તા.૧૩/૦૬/૨૦૨૩ થી જણાવેલ છે કે તેઓ દ્વારા જે મંજુરી આપવામાં આવેલ તે મુળજીભાઈ પાનેલીયા ને રોકડીયા તળાવ/ચેકડેમ માંથી માટી/કાંપ ઉપાડવા માટે આપવામાં આવેલ હતી. મામલતદાર અમરેલી શહેર દ્વારા તપાસ સમયે તેઓને બોલવવામાં આવતા તેઓ સ્થળ ઉપર હાજર રહેલ તથા સવાલવાળી જગ્યા/સાઈટ થી અજાણ હોવાનું નિવેદન આપેલ છે.ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ ચકાસણી કરતા સવાલવાળી જગ્યા કે જેમાં ફરીયાદી દ્વારા ગેરકાયદેસર માટી ખનન અંગે અરજી કરેલ હતી તે જગ્યા અમરેલીના સર્વે નંબર ૩૩૪ પૈકીની જમીન ગૌચરના સદરે ચાલે છે. જેથી સદરહું ગૌચરની જમીનમાંથી સાદી માટી ખનીજનું ખનન ગેરકાયદેસર રીતે થયેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ છે. જેથી ગૌચરની જમીનમાંથી થયેલ ખનન વાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયા બાદ સાદી માટી ખનીજના કેટલા મેટ્રીક ટન જથ્થાનું ખનન થયેલ છે તે નક્કી કરી શકાય. ત્યારબાદ સદરહું ગૌચરની જમીનમાં ખનન કરનાર કસુરદારો વિરુધ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે જે બાબતનો સંપુર્ણ અહેવાલ માન.કલેકટરશ્રી અમરેલી ને સંદર્ભ (૮) થી કરવામાં આવેલ છે.સદરહું કેસ બાબતે સંદર્ભ (૯) થી નિવાસી અધિક કલેકટરશ્રી ના પત્રથી સવાલવાળી જગ્યાની તપાસ કરવા જણાવવામાં આવેલ જેથી ભુસ્તરશાસ્ત્રી અમરેલી, મામલતદારશ્રી અમરેલી શહેર(પ્રતિનિધી),ડિ.આઈ.એલ.આરશ્રી, અમરેલી તથા તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલીને સંયુક્ત રીતે ટીમ બનાવી સંદર્ભ (૧૦) થી તા.૧૩/૦૨/૨૦૨૪ ના રોજ અરજદારશ્રીની રૂબરૂ હાજરીમાં તપાસ કરવામાં આવેલ છે.સવાલવાળી જગ્યા ઉપર તપાસ કરતા સ્થળ ઉપર અગાઉ ભરેલ પાણી સુકાઈ ગયેલ જોવા મળેલ છે તથા સાદી માટી ખનિજનું ખોદકામ થયેલ બે (૦૨) ખાડાઓ જોવા મળેલ છે જેની માપણી તપાસ ટીમના સર્વેયરશ્રી દ્વારા કરવામાં આવેલ છે. માપણી મુજબ તૈયાર થયેલ નકશા અને માપણી શીટના આધારે કુલ ૫૫૮૮ મે.ટન સાદી માટી ખનિજનું ખોદકામ થયેલ હોવાનું ફલિત થયેલ છે. આમ, સવાલવાળી જગ્યા ગૌચર પૈકીની હોઈ અને તેમાં બિનઅધિકૃત રીતે સાદી માટી ખનિજના ૫૫૮૮ મે.ટન જથ્થાનું ખોદકામ થયેલ છે.જેથી સાદી માટી ખનિજની કિંમત પ્રતિ મે.ટન રૂ.૧૭૫/- લેખે ૫૫૮૮ મે.ટનના કુલ રૂ.૯,૭૭,૯૦૦/- (અંકે રૂપિયા નવ લાખ સત્તત્યોત્તેર હજાર નવસો પુરા) થાય છે. તેમજ સરકારશ્રીના ઉધોગ અને ખાણ વિભાગ,ગાંધીનગરનાંતા.૧૦/૦૯/૨૦૧૮ના ઠરાવ મુજબ રૂા પર્યાવરણીયા વળતર પેટેની રકમની ગણતરી કરતા કુલ રૂપિયા ૪,૦૦,૮૮૩/-(અંકે રૂપિયા ચાર લાખ આઠસો ત્યાસી પુરા) થાય છે.આમ, ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતા સવાલવાળી જગ્યા સર્વે નં ૩૩૪ પૈકી ૫ હોઈ તથા તેમાં બિનઅધિકૃત રીતે સાદી માટી ખનિજના ૫૫૮૮ મે.ટન જથ્થાનું ખનન થયેલ છે જેથી ખનિજ કિંમત તથા પર્યાવરણીય વળતરની રકમ મળીને કુલ રૂ. ૧૩,૭૮,૭૮૩/- (અંકે રૂપિયા તેર લાખ અઠ્યોત્તેર હજાર સાતસો ત્યાસી પુરા) ની રકમ વસુલાત કરવા પાત્ર થાય છે.સદરહું ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલ છે તે બાબતે મામલતદારશ્રી અમરેલી(શહેર) ની તા.૧૫/૦૫/૨૦૨૩ ની તપાસ સમયે સ્થળ ઉપર ખનન શરૂમાં હોવાનું જણાવેલ તથા ખનન કરતા ઈસમોને પૂછતાં તેઓ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ- અમરેલીના હુકમ નં ઈરી/વશી/સુફ,સુજ/પીબી/૨૬૬ થી ૨૬૭ /૨૦૨૩ તા.૧૯/૦૪/૨૦૨૩ થી પરવાનગી મેળવેલ સેવાના પત્રની નકલ રજુ કરવામાં આવેલ જેથી સદરહું જગ્યા ઉપર પરવાનગી મેળવેલ ઈસમો દ્વારા વિપરીત જગ્યા એ ખોદકામ કરવામાં આવેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાઈ આવેલ જેથી સદરહું તપાસનો અહેવાલ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ અમરેલી ઈજનેર -કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેર્સ વિભાગ અમરેલી મામલતદાર અમરેલી (શહેર) સયુંકત રીતે તપાસ બાદ ગૌચર ની જમીન ની માટી ખનન મુદ્દે ૧૩.૭૮૭૮૩ નો દંડ ફટકાર્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.