મિત્રની જેમ સહકાર પરિવારના મોભીને જેમ માર્ગદર્શન અને સખીની જેમ પ્રેમ-હૂંફ આપતું બોટાદનું સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર
મિત્રની જેમ સહકાર પરિવારના મોભીને જેમ માર્ગદર્શન અને સખીની જેમ પ્રેમ-હૂંફ આપતું બોટાદનું સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર
જ્યાં મિત્રની જેમ સહકાર,પરિવારના મોભીને જેમ માર્ગદર્શન અને સખીની જેમ હૂંફ મળે છે,મહિલાઓને સતાવતી દરેક સમસ્યાના સમાધાનનું સરનામું એટલે બોટાદનું સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત નારી વંદના શ્રેણી-3 અન્વયે આજે વાત કરીશું બોટાદ જિલ્લાની મહિલાઓ માટે નિરંતર કાર્યરત આ બંને સેન્ટર વિશે બોટાદ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર મહિલાઓ અને કિશોરીઓની એક અધિકારીની જેમ નહીં,પરંતુ મિત્ર-સખીને જેમ મદદ કરે છે.સમસ્યાઓથી ઘેરાયેલી મહિલાઓ માટે આ બંને સપોર્ટ સેન્ટર આશાના કિરણ સમાન છે.રોજબરોજ અહીં અનેક મહિલાઓ પારિવારીક સમસ્યાઓ,કૌટુંબિક ઝઘડાઓ,અન્ય વ્યક્તિઓ દ્વારા કરાતી પજવણીના પ્રશ્નો લઈને આવે છે,આ મહિલાઓ જ્યારે પરત ફરે છે ત્યારે તેમને સમસ્યાના સમાધાનનો પૂર્ણ સંતોષ હોય છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.